• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારાના નાના રામપર ગામે માથાભારે શખ્શ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માંગ સાથે આવેદન*

ટંકારા તા ૮ તાલુકાના નાના રામપર ગામ સમસ્ત દ્વારા ગામના માથાભારે શખ્શ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માંગ સાથે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે

નાના રામપર ગામ સમસ્ત દ્વારા આવેદનમાં જણાવ્યું છે કે ગામના પાદરમાં રામદેવપીરનું જુનું મંદિર આવેલ છે જે મંદિર નવનિર્માણ અર્થે ગામના રહીશોએ સંયુક્ત રીતે ભેગા થઈને જુનું અને જર્જરિત મંદિર પાડવાની કામગીરી ચાલુ છે જેનો કાટમાળ એકઠો કરી મંદિર બાજુમાં આવેલ નાના રામપર ગ્રામ પંચાયતની માલિકીની જગ્યામાં રાખેલ કાટમાળનો ફરી ઉપયોગ થઇ સકે માટે એકત્ર કરેલ ગત તા. ૦૬ ને રવિવારે રાત્રીના આ જગ્યાથી થોડા અંતરે આવેલ મકાન માલિક રણજીતસિંહ ઉર્ફે રણુભા અલુભા ઝાલાએ ગામના રહીશ પોતાની પ્રાઈવેટ મોટર કાર લઈને ઘર પાસે ગાડી પાર્ક કરીને મંદિર પાસે આવીને ગ્રામજનોને બેફામ અપશબ્દો બોલી તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઘટના બની ત્યારે આ શખ્શ દારૂના નશો કરેલ હાલતમાં હતો
ઇસમેં ધમકી આપી કે મંદિર કાટમાળ એકઠો કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે અને આ શખ્શ તામસી પ્રકૃતિનો છે અવારનવાર ગામના લોકો સાથે અસભ્ય વર્તન કરે છે માથાભારે શખ્શ રણજીતસિંહ ઝાલા હાલ ગામ નાના રામપર સેવા સહકારી મંડળીનો પૂર્વ મંત્રી રહ્યું ચુક્યો હોય હાલ હોદા પર ના હોવા છતાં મંડળી અંગેની કાર્યવાહી પોતાની માલિકીના મકાનમાંથી જ કરે છે અગાઉ ગ્રામજનો પૈકી જે સહકારી મંડળી સભ્યો છે તેની સાથે અસભ્ય વર્તન કરી તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે આ શખ્શ વગ ધરાવતો હોવાથી તેના વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલા લેવાતા નથી આ ઇસમ દારૂ પરમીટ ધરાવે છે તે અંગે નિયમોનું પાલન ના કરતો હોય અવારનવાર દારૂનો નશો કરી ગ્રામજનોને હેરાનગતિ કરે છે જેથી કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે

Related posts

*HELLO MORBI NEWS: રાજકોટ:પડધરી:કોટક (લોહાણા) શશીકાંતભાઇ કોટક ઉ વર્ષ ૮૬ નુ દુઃખદ અવસાન*

editor

*HELLO MORBI:ખેડબ્રહ્મા તેમજ વડોદરા લોહાણા સમાજનું ગૌરવ વધારતી અનવેશા ઠકકર*

editor

*HELLO MORBI: ડીસા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા લોકલાડીલા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી*

Hello Morbi

Leave a Comment