• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:351 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

351 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ
એક કરોડ ચાલીસ લાખની વિવિધ ગૌશાળાઓ‌માં કરી ઐતિહાસિક ગૌસેવા
માત્ર અને માત્ર પૂજ્ય જલારામ બાપાના ભજન થકી જ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ગૌસેવા કરી સનાતન જાગૃતિ તેમજ હિન્દુ એકતાનું ઉમદા ઉદાહરણ ડીસાના શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળે પુરૂં પાડ્યું છે.
તારીખ 26-7-2018 થી ખૂબ જ ધાર્મિક એવા ડીસા નગરમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ શરૂ કરાયાં હતાં.તાજેતરમાં જ 351 માં ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ નરેશભાઈ હીરાલાલ જોષી પરિવારના નિવાસસ્થાને શાલીગ્રામ રેસીડેન્સી ખાતે હતાં.ભજન સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌસેવા માટે અપીલ કરતાં અંદાજે 87000 સત્યાસી હજાર રૂપિયાની ગૌસેવા એકત્ર થઇ હતી.
શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ભજનોના માધ્યમથી અત્યાર સુધી અંદાજે એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની ગૌસેવા ત્રીસ જેટલી ગૌશાળાઓમાં ઘાસ પેટે કરવામાં આવી છે.
દર ગુરૂવારે ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો, જલારામભકતો,ગૌભકતો અને સનાતનપ્રેમીઓ ભજનમાં હાજરી આપીને પ્રોત્સાહન પુરૂં પાડે છે.જેમના ઘેર ભજન હોય અથવા જેઓ નિયમિત ભજનમાં આવે છે તેમના જીવનમાં સારા અનુભવ થતા હોઈ તેમજ જીવન પરિવર્તનનો અહેસાસ થતો હોઈ પ્રત્યેક ગુરૂવારે ભજનમાં આવનાર સંખ્યામાં સતત વધારો થતો રહે છે.
ડીસાના સમગ્ર સનાતન હિંદુ સમાજની અઠારે આલમમાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થતાં હોઈ સમગ્ર ડીસા નગરમાં સમભાવ અને આનંદની લાગણી પ્રસરેલ છે.સનાતન હિંદુ સમાજની એકતા, જાગૃતિ, અખંડિતતા તેમજ સંસ્કારોના સર્વોત્તમ વારસાનું અતિ મહત્વનું કાર્ય શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા થાય છે.ડીસા નગર‌ દ્રારા વિવિધ નગરોમાં પણ પૂજય જલારામ બાપાનાં ભજન‌ શરૂ કરાવવામાં આવેલ છે.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકર દ્રારા કરવામાં આવે છે જેનો લાભ દેશ-વિદેશના જલારામપ્રેમીઓ લેતા હોય છે.

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો*

editor

*HELLO MORBI: હિન્દુ ધર્મના દેવી-દેવતા વિરુદ્ધ પોસ્ટ મુકનારની પોલીસ જાહેરમાં સરભરા નહીં કરે ત્યાં સુધી પડધરીના વેપારી ધંધા રોજગાર બંધ રાખશે*

editor

*HELLO MORBI: મચ્છુ ૨ સિંચાઈ યોજના નું પાણી થી ગ્રામ્ય વિસ્તાર ના તળાવો ભરવા બાબતે સી એમ ને પત્ર પાઠવી રજૂઆત કરતા કે ડી બાવરવા*

editor

Leave a Comment