• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા તાલુકાના મિતાણા ગામ સામે રોડ ઉપરથી ટાટા ટ્રકમાં ભરેલ વિદેશીદારૂના જંગી જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મોરબી*

ટંકારા તાલુકાના મિતાણા ગામ સામે રોડ ઉપરથી ટાટા ટ્રકમાં ભરેલ વિદેશીદારૂના જંગી જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાય મોરબી,
તા.૧૬/૦૪/૨૦૨૩
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લાનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ પ્રોહી. જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.જે.ચૌહાણ તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન Aડા રામભાઇ મઢ HC નિરવભાઇ મકવાણા, તથા PC ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભીને સંયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ટંકારા તરફથી એક ટ્રક નંબર-GJ-24-V-8975 વાળી રાજકોટ જનાર છે. જે ટ્રકમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે મિતાણા ગામ સામે રાધે પાન એન્ડ ટી સ્ટોલ નામની હોટલ સામે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા તથા અન્ય મુદામાલ સાથે મળી આવતા એક ઇસમને પકડી પાડી ટંકારા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ
૧.બુધારામ સાઓ કાનારામજી કોજારામજી બાબલે બિશ્નોઇ ઉ.વ. ૪૩ ધંધો ડ્રાઇવીંગ રહે. બાલાજીનગર ગુડાબિશ્નોઇયાન પોસ્ટ, થાણુ ગુર તા.લુબન જિ.જોધપુર (રાજસ્થાન) પકડવાના બાકી આરોપીનું નામ સરનામુ
૧ સુરેશ રહે. ચિતલવાના સાંચૌર (રાજસ્થાન) તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર તથા ટ્રક માલીક
કબ્જે કરેલ મુદામાલની વિગત
(૧) મેકડોવેલ્સ ૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કીની બોટલો નંગ-૭૦૮૦ કિ.રૂ.૧૩,૪૫,૨૦૦/-
(૨) રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૨૧૦૦ કિ.રૂ.૮,૪૦,૦૦૦/-
(૩) ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૨૨૮૦ કિ.રૂ.૧૩,૬૮,૦૦૦/- (૪) ટાટા કંપનીની ટૂક નંબર-GJ-24-V-8975 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
(૫) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦/-
(૬) રોકડા રૂપીયા-૧૪,૨૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૪૫,૭૨,૪૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી, કે જે ચૌહાણ, શ્રી એન.એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI:વાવાઝોડા આગાહી વખતે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે દિશાનિર્દશો જારી કરાયા*

editor

*HELLO MORBI: ૬૫-મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ જે પટેલના સમર્થનમાં આવતીકાલે બાઈક અને કાર રેલી નું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં રાસાયણિકખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*

editor

Leave a Comment