• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના દુધઈ ગામે રેપીટ ટેસ્ટ નો કેમ્પ યોજાયો*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદૂધઇ ગામે આજ રોજ તા.18 ને રવિવાર ના રોજ ફ્રી નિદાન કેમ્પ ગામ ના જ દાતા સ્વ.ગોવિંદભાઈ રવજીભાઈ વસનાણી અને તેમના પુત્ર શ્રીશૈલેષભાઈ ગોવિંદભાઈ વસનાણી ના સૌજન્ય થી હાલમાં દેશભરમાં અને રાજ્યમાં કોરોનાની મહામારીનો કહેર વધુ ને વધુ થતો જાય છે ત્યારે કોરોના કાળ માં જામદૂધઈ ગામના લોકો માટે કોરોના નો રેપીડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ડો. તરુણભાઈ વસનાણી (મોરબી), ડો.મનીષભાઈ વસનાણી (મોરબી), મયંકભાઈ કુબાવત CHO (જામ દુધઈ ) એ આ કેમ્પમાં 200 જેટલા લોકોનું ટેસ્ટીંગ કર્યું જેમાંથી 25 લોકોના કોરોના પોજેટીવ કેસ આવેલા છે. આ લોકોને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. અને 250 લોકોને તાવ , શરદી , ઉધરસ ના દર્દીઓને દવાઓ આપવામાં આવી છે. જરૂરિયાત વાળા દર્દીઓને દવા આપવા નુ ફ્રી નિદાન કેમ્પનું પણ આયોજન થયું હતું. ગામના સર્વે લોકોને જેમને તાવ કે ઉધરસ આવતી હોય તેને ટેસ્ટ કરાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.ગામની નવાપરા પ્રા. શાળા. શ્રી રામ સોસાયટીમાં અને બજરંગ ધર્મશાળા જામદુધઈ ખાતે આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ગામના મહતમ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો.

 

શરદ એમ.રાવલ..હડિયાણા….

 

🙏🙏🙏આભાર 🙏🙏🙏

Related posts

*HELLO MORBI:ABPSS ના રાજ્ય ઉપાધ્યક્ષ પુષ્પા રોકડેની છત્તીસગઢ સરકાર ની મીડિયા ફ્રીડમ પ્રોટેક્શન & પ્રમોશન કમિટી માં પસંદગી*

editor

*૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ કોંગ્રેસનો પોતાનો રાજકીય એજન્ડા છે*:- *મુખ્યમંત્રીશ્રી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને*

editor

Leave a Comment