• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ડીસા શહેર ભાજપના નવા વરાયેલા હોદ્દેદારોએ જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

 

ડીસા શહેર ભાજપના નવા વરાયેલા હોદ્દેદારોએ જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા..
સૌને જલારામ મંદિર ડીસા તરફથી સન્માનિત કરાયા
ડીસા શહેર ભાજપના નવા વપરાયેલા પ્રમુખ ડો.વર્ષાબેન પટેલ, મહામંત્રીઓ રમેશભાઈ મેવાડા, નરસિંહભાઈ વાઢેર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠાકોર, મંત્રીઓ ચેતનાબેન ઠક્કર, વીરચંદભાઈ વાવડીયા, રમેશભાઈ ઠક્કર સહિત સૌએ ગુરૂવારે ડીસા જલારામ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ અવસરે જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ તેમજ જિલ્લા સનાતન ધર્મ સમિતિનાં મહામંત્રી પૂજાબેન કે.ઠક્કર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સૌનું જલારામ મંદિર ખાતે કંકુતિલક, ફૂલવડી તેમજ સારથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.વર્ષાબેન પટેલ, પૂજાબેન ઠક્કર, રમેશભાઈ મેવાડા, નરસિંહભાઈ વાઢેર, ચેતનાબેન ઠક્કર સહિત સૌએ સન્માનનો પ્રતિભાવ આપી અત્યંત રાજીપા સાથે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.
જલારામ ભકતો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ , કલ્પેશભાઈ -લાલાભાઈ, આનંદભાઈ પી ઠક્કર, પ્રકાશભાઈ મજેઠીયા,દીલીપભાઇ રતાણી, લાલાભાઈ, હિતેશભાઈ સોનપાલ, ભરતભાઈ ગોકલાણી, કનુભાઈ ઠક્કર, ગણપતભાઈ અખાણી, ભરતભાઈ જીવરાણી સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ખાસ ઉપસ્થિત રહી સૌનું સન્માન કર્યું હતું.
સૌએ પૂજ્ય જલારામ બાપાની મહાઆરતીમાં ભાગ લઈ આશીર્વાદ લીધા હતા.

Related posts

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

editor

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

Hello Morbi

*HELLO MORBI:@Yuvamanthan_org ના સહયોગથી #Y20 યુવામંથન મોડલ G20 નું આયોજન ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ CBSE, મોરબી, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment