• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો હાલાણી પરિવાર*

 

મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજ નો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી ના હરીશભાઈ હાલાણી દ્વારા તેમના ભાઈ સ્વ.ભરતભાઈ મણીલાલ હાલાણી નુ તાજેતર મા અવસાન થતા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી છે. જેમા શુધ્ધ ઘી ના મોહનથાળ સહીત ની વાનગીઓ પીરસવા મા આવી હતી. મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ એ પણ સ્વ.ભરતભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરવા મા આવે છે જેમા ની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ. મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈ ને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફ થી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષો થી પ્રદાન કરવા મા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮ તથા હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરવો તેમ યાદી મા જણાવ્યુ છે.

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*HELLO MORBI: મોરબી ની સોસાયટી માં ચુંટણી ના બહીષ્કાર ના લાગેલા બેનર ભા.જ.પ. અગ્રણી દીપકભાઈ પોપટ, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રજ્ઞેશભાઈ વાઘેલા ની સમજાવટ થી ઉતરવા માં આવ્યા. સોસાયટી ના રહીશોએ ભા.જ.પ. ને સમર્થન જાહેર કર્યુ.*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા :ઓટાળાના અમૃત સરોવર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા,તાલુકાના રામપર(પાડાબેકર) ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ*

editor

Leave a Comment