• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બનાસકાંઠા જિલ્લા સનાતન ધર્મ પરિષદનાં નવાં વરાયેલ મહામંત્રી પૂજાબેન ઠક્કરનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન*

બનાસકાંઠા જિલ્લા સનાતન ધર્મ પરિષદનાં નવાં વરાયેલ મહામંત્રી પૂજાબેન ઠક્કરનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ સન્માન
બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કરની જિલ્લા સનાતન ધર્મ પરિષદના મહામંત્રી તરીકે વરણી થતાં તેમણે જલારામ મંદિર ડીસા ખાતે પધારી દર્શન તેમજ આશીર્વાદનો લાભ લીધો હતો.આ અવસરે ડીસા શહેર ભાજપના હોદ્દેદારો, ઈન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ તેમજ જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જલારામ મંદિર તરફથી પૂજાબેન ઠક્કરનું ફૂલછડી તેમજ સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે જલારામ ભક્તો સર્વ કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ,ડો.વર્ષાબેન પટેલ, જ્યોતિબેન આર.ઠક્કર, બીનાબેન આનંદભાઈ ઠક્કર, મીનાબેન પ્રકાશભાઈ મજેઠીયા,
સરોજબેન રતાણી, શારદાબેન કાનાબાર, વર્ષાબેન કારિયા, ચેતનાબેન ઠક્કર,વીણાબેન ભરતભાઈ જીવરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ખાસ ઉપસ્થિત રહી પૂજાબેનને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.સન્માન બદલ પૂજાબેને ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.સૌએ મહાઆરતીનો લાભ લીધો હતો.

Related posts

*HELLO MORBI NEWS:સલાયા લોહાણા મહાજન આયોજિત ચૈત્રી નવરાત્રીની આજરોજ દીપ પ્રાગટ્ય કરી થઈ વિધિવત શરૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા વરસાદ પછી વાહકજન્ય રોગ ના ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે યોજાયેલ સ્મૂહજ્ઞાન સ્પર્ધામાં મોરબી શાખાની ટીમ પ્રથમ નંબરે*

editor

Leave a Comment