• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ દ્વારા દિનાંક૨૨/૦૫/૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે*

*અધ્યયન મંડળ મોરબી* દ્વારા દિનાંક ૨૨/૦૫/૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરુવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે
વૈશાખ વદ ૧૦, દિનાંક ૨૨/૫/૨૦૨૫ના માસિક બૌદ્ધિક વર્ગમાં ભારતની પ્રાચીન, વિશ્વની શ્રેષ્ઠ અને વૈજ્ઞાનિક કાલગણના પદ્ધતિ વિવિધ સંવત અને તેની મહત્ત્વતા અને વહેવારિક ઉપીયોગીતા વિષય પર અધ્યયન મંડળના સંયોજક શ્રી ડો જયેશભાઈ પનારા વક્તવ્ય આપશે.
દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવવાની વિનંતી કરવામાં આવે છે
*અધ્યયન મંડળ મોરબી*
સહ સંયોજક
વિજયભાઈ રાવલ
કમલેશભાઈ અંબાસણા
સંયોજક
ડો જયેશભાઈ પનારા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી ના મહેન્દ્રનગર ગામથી બહુચરાજી માતાજી સુધી 𝟏𝟕 વર્ષથી અવિરત પગયાત્રા*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૨૨૩ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સ્લોગન ગ્રુપના સહયોગથી બિઝનેસ સેમીનાર યોજાયો*

editor

Leave a Comment