• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયા ના હેડ શ્રી કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસ લિમિટેડ ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું આયોજન*

મોરબી:તા૫ આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે માનનીય કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, કોર્પોરેશનના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયા ના હેડ શ્રી કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસ લિમિટેડ ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. “વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો” અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે તેને સાર્થક કરવા આગામી દિવસોમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા 4000 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ મોરબી ખાતે ૨૦૦ થી વધારે વૃક્ષો વાવવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે માનનીય કમિશનરશ્રીએ જણાવ્યું કે પ્રકૃતિનું રક્ષણ આપણા સર્વજનોની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે અને આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને શહેરમાં હરિયાળી ક્રાંતિના દર્શન થાય તે માટે તમામ શહેરીજનોનો સહયોગ મેળવી અને મહાનગરપાલિકા દ્વારા આ માટે તમામ પ્રયાસો શહેરને લીલુંછમ બનાવવા કરવામાં આવશે.

Related posts

*HELLO MORBI:આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે*

editor

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1455 નવા કેસ નોંધાયા, 17 લોકોના મોત

Hello Morbi

*મોરબી જિલ્લા પંચાયતનું રૂ. 49,524 લાખનું બજેટ મંજૂર વર્ષ દરમિયાન 1784 લાખની આવક સામે 1178 લાખનો ખર્ચ : 605 લાખ સિલક*

Hello Morbi

Leave a Comment