• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયાની શ્રી સાંઈના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું*

*જોડિયાની શ્રી સાંઈના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું*

સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા શ્રી સાંઈ વિદ્યા સંકુલ – જોડિયામાં ચાલી રહેલી ઇન-સ્કૂલ યોજના હેઠળના વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા ૨૦૨૪-૨૫માં રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળા અને જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. બોક્સિંગ રમતમાં કેયુર વિનોદભાઈ નકુમએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું, જ્યારે વુશુ રમતમાં યશરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, જગમલ દિનેશભાઈ ઝાપડા, સનેશ કરમસી બામણીયા, અને પાર્થ પુંજાભાઈ નકુમએ દ્વિતીય સ્થાન મેળવીને શાળાને ગૌરવ અપાવ્યું છે. આ વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી દ્વારા તેમને યોગ્યતા પ્રમાણપત્રો (Merit Certificate) આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આચાર્ય જગદીશ વિરમગામ અને સમગ્ર શાળા પરિવારે આ તેજસ્વી વિદ્યાર્થીઓને અને તેમના કોચ જયવિરસિંહ સરવૈયાને તેમની અથાક મહેનત અને સમર્પણ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિ બદલ શાળા તરફથી પણ તેમને શુભકામનાઓ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ તેઓ આવી જ રીતે સફળતા મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment