• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં આયુષ હોસ્પિટલખાતે સૌપ્રથમ વખત ‘ પેન ફેશિયલ ફ્રેક્ચર ‘ માટે ચહેરા ની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી*

*મોરબી માં સૌપ્રથમ વખત ‘ પેન ફેશિયલ ફ્રેક્ચર ‘ માટે ચહેરા ની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી*
મોરબી:તા૨૪ મોરબી માં 19 વર્ષ નો યુવાન બાઈક લઈ હાઈવે પર જતો હતો ત્યારે અચાનક આગળ જઈ રહેલા ટ્રકે બ્રેક મારતા બાઈક ટ્રક માં ઘૂસી જતાં ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. વધુ સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
આયુષ હોસ્પિટલમાં માં મોરબી ના એક માત્ર પ્લાસ્ટિક સર્જન ડૉ આશિષ હડિયલ એ દર્દી ને તપાસ કરી સીટી સ્કેન કરાવતા પેન ફેશિયલ ફ્રેકચર એટલે કે દર્દી ના ચહેરા ના લગભગ બધા જ હાડકા તૂટી ગયા હતા. જેમ કે આંખો ની આજુબાજુ ના ,નાક ના , બન્ને  જડબા ના , વિગેરે હાડકા ના ફ્રેકચર થયેલા હતા.
ડો આશિષ હડિયલ દ્વારા લેટેસ્ટ 3D ct scan ટેકનોલોજી દ્વારા પ્લાનિંગ કરી દર્દી પર જટિલ ઓપરેશન કરવામાં આવ્યું. બધા જ ફ્રેકચર ને પાછા બેસાડી ટાઇટેનિયમ ધાતુ ની પ્લેટ અને સ્ક્રુ ફીટ કરવામાં આવ્યા. ઉપર અને નીચે ના જડબા ને arch bar નાંખી તાર થી બાંધી તુટી ગયેલા દાંત ને નોર્મલ સ્થિતિ માં લાવવામાં આવ્યા હતાં..
આ ઓપરેશન માટે દર્દી ને બેભાન કરવા માટે નુ એનેસ્થેસિયા પણ જોખમી હતું કારણ કે નાક કે મોં ના ભાગ થી ટ્યુબ નાખવી શક્ય ના હોવા થી submental intubation એટલે કે દાઢી ના નીચેના ભાગમાંથી નાનું હોલ બનાવી ટ્યુબ નાખવામાં આવી.. એનેસ્થેસિયા ડૉક્ટરો ની ટીમ નું પણ યોગદાન રહ્યુ હતુ.
ઘર આંગણે દર્દી ને જટિલ ઓપરેશન કરી આયુષ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવતા દર્દી અને સગા એ ડોક્ટર અને હોસ્પિટલ નો આભાર માન્યો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી સુન્ની મુસ્લિમ હાલાઈ ધાંચી સમાજ નો આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ સુધારા અંગે નો કેમ્પ યોજાયો*

editor

*હડીયાણા માધ્યમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ*

Hello Morbi

*જાવંત્રી ગીર ગામે સેવાસેતું નો કાર્યક્રમ નો મહા કેમ્પ યોજવામાં આવ્યો* 

Hello Morbi

Leave a Comment