• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત*

વાંકાનેર તા ૬ સરકારશ્રીની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, દર વર્ષે પેન્શન મેળવનાર લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા.ર૫/૦૭/૨૦૨૫ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે.
હયાતીની ખરાઈ ન થયેથી અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીનો પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરવામાં આવશે જેની જાણ થવા વાંકાનેર શહેરના પેન્શન મેળવતા તમામ લાભાર્થીઓએ નોંધ લેવા વાંકાનેર મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તાઉતે વાવાઝોડના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની સફળ રજૂઆત ફરી*

editor

*મોરબી પંથકના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય આપવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment