• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પંથકના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય આપવા રજૂઆત*

 પ્રતિ તારીખ : ૨૪-૦૮-૨૦૨૨

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – મોરબી વિસ્તારના નીચે વિગતમાં જણાવેલ ગામોને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને NDRF અથવા SDRF જોગવાઈ મુજબ સહાય આપવા બાબત.

 

મહેરબાન સાહેબ શ્રી,

 

જયભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી જીલ્લામાં ચાલુ સાલે ખુબજ બહોળો વરસાદ એટલે કે સીઝનનો અત્યાર સુધીમાં આશરે ૧૩૫% વરસાદ નીચે જણાવેલ ગામોમાં થવા પામેલ છે. સરકાર દ્વારા જે પહેલા સરકારી વિમા કંપનીઓ કાર્યરત હતી ત્યારે ખેડૂતો પોતાના ધિરાણની સાથે વિમા પ્રીમીયમ ભરતા હતા. આવા વધુ વરસાદ કે ઓછો વરસાદ ના કેસમાં તેઓને વિમો મળતો હતો. જેના થકી તેઓને થોડી આર્થીક રાહત મળતી હતી.

૨૦૧૪ પછી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના જાહેર કરવામાં આવેલ. જેમાં પ્રાઇવેટ વિમા કંપનીઓએ પ્રીમીયમ લીધા, ખુબજ કમાણી કરી અને ખેડૂતોને કઈ પણ ના મળ્યું. અંતે સરકાર દ્વારા ગુજરાતમાં આ યોજના બંધ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી સહાય યોજનાના નામે છેતરામણી યોજના જાહેર કરવામાં આવી. આ યોજના જ એવી છે કે તેમાં ખેડૂતોને લાભ મળેજ નહિ. આજ દિવસ સુધી યોજનાના ધારા-ધોરણ મુજબના બનાવો બનવા છતાં કોઈ જાતની સહાય ચુકવવામાં આવેલ નથી.

ખેડૂતો માટે તો દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારે નુકશાન થતું હોય છે. જુદા જુદા વિસ્તારની જમીનના પ્રકાર, ગુણવત્તા, લાક્ષણિકતા અલગ અલગ હોય છે. તે મુજબ અમારા મોરબી જીલ્લાના અમોએ આ પત્રમાં નીચે જણાવેલ ગામોની જમીનમાં ભૂગર્ભ જળ તો છે પરંતુ દરિયો નજીક હોવાથી ખુબજ ક્ષારયુક્ત પાણી હોય છે. જેનાથી સિંચાઈ થઇ શકેજ નહિ. બીજું કે જો થોડો પણ વધારે વરસાદ થાય તો જમીન પાણી ને સંગ્રહી શકે નહી. ખેતરોમાં પાણી ભરેલા જ રહે અથવા તો ખેતરમાં ના જઈ શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થાય. જેથી વાવેલા પાક માટે ખેતરમાં જવું શક્ય ના બને કે નવો પાક વાવવો પણ શક્ય ના બને અને અંતે લીલો દુષ્કાળ જ ખેડૂતો ના નસીબ આવે.

આ વર્ષે પણ આવી જ સ્થિતિ છે. જેમાં હરીપર, કાજરડા, ચીખલી, વેણાસર, મંદરકી, જુના ઘાંટીલા, કુંભારીયા, ખીરઈ, ફતેપર, હાંજીયાસર, જાજાસર, વિરવદરકા, સુલતાનપુર, ખાખરેચી, વેજલપર, રોહીશાળા, માણાબા, વાધરવા, રાસંગપર, સોનગઢ, નાનીબરાર, ભાવપર, બગસરા, મોટીબરાર, જસાપર, નવાગામ, વવાણીયા, લક્ષ્મીવાસ, ચમનપર, મોટાભેલા, નાનાભેલા, મેઘપર, વર્ષામેડી, લવણપુર, સરવડ, દેરાળા, તરઘરી, મોટાદહીંસરા, નાના દહીંસરા, ખીરસરા, બોળકી, ન્યુનવલખી, કુંતાસી, નાનાદહીંસરા, ચાચાવદરડા, મહેન્દ્રગઢ, સોખડા, બહાદુરગઢ, નવાનાગડાવાસ, પીલુડી, રાપર, અણીયારી, જેતપર, વાઘપર, જુનાનાગડાવાસ, ગુંગણ, સાપર, જસમતગઢ, ચકમપર, જીકીયાળી, જીવાપર(ચ.), કેસવનગર, કેરાળા, હરીપર, ગાળા, નવાસાદુળકા, ભરતનગર, લક્ષ્મીનગર, રવાપર(નદી), ભક્તિનગર, જુનાસાદુળકા, અમરનગર, બેલા(રં.), રંગપર, શનાળા(તળાવીયા), ટીંબડી, ધરમપુર, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, વાવડી, થોરાળા, કાંતિપુર, બીલીયા, પંચાસર, માણેકવાડા, બગથળા, જેપુર, બરવાળા, ખેવારીયા, ખાખરાળા, લુટાવદર, પીપળીયા, મોડપર, વિરપરડા, હજ્નાળી, કેરાળી, ફાટસર, જીવાપર(આ.), ધૂળકોટ, આમરણ, ફડસર,ઝિંઝોડા રાજપર(કું.), માવનું,ગામ , બેલા(શા), ગોરખીજડિયા, વનાળીયા, નારણકા, માનસર વગેરે તેમજ અન્ય ગામોમાં ખેડૂતોએ વાવેલ પાકો નિષ્ફળ જવા પામેલ છે. પરંતુ ખેડૂતો બીજું વાવેતર કરી શકે તેવી સ્થિતિ પણ નથી.

તો અમારી માંગણી છે કે ઉપર જણાવેલ ગામોના ખેડૂતોને ખેતરનું સર્વે કરાવીને તેઓને તાત્કાલિક સહાય આપવા યોગ્ય કરવા વિનંતી. અમો આ બાબતે ઉપર જણાવેલ દરેક ગામોનો પ્રવાસ કરી ને નુકશાન થયેલ ખેડૂતોની વિગતો એકત્ર કરી ને આપ સાહેબ ને રજુ કરીએ તે પહેલા આપના લગત વિભાગ દ્વારા સર્વે કરાવીને નુકશાની થયેલ ખેડૂતો નું લીસ્ટ જાહેર કરી ને તેઓ ને સહાય ચુકવવા યોગ્ય કરવા વિનંતી. જો આવું નહિ કરવામાં આવે તો અમારે ના છુટકે આ બધા ગામ ના ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનંતી.

 

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ vi by પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ . શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નવા સચિવાલય ગાંધીનગર તરફ જાણ તેમજ ખરેખર કામ થાય તે માટે યોગ્ય આદેશો કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૪) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી, જિલ્લા તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*જોડિયા ના લીંબુડા ગામ ખાતે કોરોના ટેસ્ટ કરાયો*

Hello Morbi

*જામનગરના સચાણા ગામ ખાતે રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા અને ટીમ ગામની મુલાકાતે પહોંચ્યા*

Hello Morbi

*કોડીનાર તાલુકા ના છાછર ગામ લોકો દ્વારા બાબા આંબેડકર સાહેબ ની પ્રતિમા નું અનાવરણ નો તા ૨૪/૪/૨૦૨૨ ના રોજ કાર્યક્રમ યોજવામાં આવશે*

Hello Morbi

Leave a Comment