• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:રાજપર સુમરા ઇટાળા ને જોડતો પુલ મંજૂર કરાવતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા*

ધ્રોલ:તા૧૮ ધ્રોલ તાલકાનાં ઇટાળા રાજપર અને સુમરાને જોડતા માર્ગ પર નદી પર ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ બનાવવા માટે રાજપરનાં પૂર્વ સરપંચ વિરુભા અને ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાનાં પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વાર મંજુર કરાવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજપર સુમરા પીપરટોડા વિગેરે ગામોને ચોમાસામાં નદીમાં પુર આવતા રસ્તો બંધ થઇ જતા પડતી હાલાકી દુર થશે. આથી વિસ્તારનાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
ધ્રોલ તાલુકાનાં ઇટાળા રાજપર સુમરાને જોડતા માર્ગ પર આવેલ કોજવેમાં ચોમાસાની સીઝનમાં નદીમાં પુર આવતા આ ગામોનો વાહનવ્યવહાર બંધ થઇ જતો હતો. આ બાબતે રાજપરનાં પૂર્વ સરપંચ અને સરપંચ સંગઠનનાં પ્રમુખ વિરુભા જાડેજાએ ૨૦૨૧માં કોજવે પર પુલ બનાવવા રજુઆત કરેલી હતી. એ સંદર્ભે ૭૬-કાલાવડનાં ધારાસભ્ય મેધજીભાઇ ચાવડાએ આ કોજવે પર પુલ બનાવવા સરકારમાં રજુઆતો કરી હતી. અંતે ગુજરાત સરકારનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા અને પૂર્વ સરપંચ વિરુભાની રજુઆતોને ધ્યાને લઇ ૪ કરોડ ૩૦ લાખનાં ખર્ચે નવો પુલ બનાવવા મંજુરી આપી છે. આ પુલ બની જતા ચોમાસામાં પુર આવતા રસ્તો બંધ થઇ જવાથી પડતી લોકોની હાલાકી દુર થશે આથી આ રોડ ઉપર આવતા ગામોનાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન– મોરબી જ્યાં જ્ઞાન બને શક્તિ, સંસ્કાર બને ઓળખ અને સિદ્ધિ બને ગૌરવ*

editor

*HELLO MORBI:સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના દરોડા*

editor

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

editor

Leave a Comment