• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી: અજય લોરીયા અને ટીમ દ્વારા ભવ્યથી દિવ્ય પાટીદાર નવરાત્રી મહોત્સવ નું રામેશ્વર ફાર્મ ખાતે જાજરમાન આયોજન*

મોરબી તા ૨૮ : મોરબીના આંગણે પાટીદાર નવરાત્રી મહોત્સવની રામેશ્વર ફાર્મ રવાપર ઘુંનડા રોડ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને આખરી ઓપ અપાય રહીઓ છે. ત્યારે અજય લોરીયા અને ટીમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં જણાવ્યા મુજબ આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ આ આયોજનના નફાની તમામ રકમ સેવાકાર્યોમાં વપરાશે તેવું આયોજક અજય લોરીયાએ જાહેર કર્યું છે.

અજય લોરીયાના જણાવ્યા મુજબ મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર ભવ્ય થી દીવ્ય જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ દિવસ સુધી ગુજરાતના નામાંકિત કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.

વિશેષ મા લોરિયા ના જણાવ્યા મુજબ એકવીસ થી વધુ શહીદ વિરો પરિવારોનું સ્ટેજ ઉપર બોલાવી સન્માન કરીને રૂ. એક એક લાખનો ચેક અર્પણ કરવામાં આવશે. આ શહીદવીરો ના પરિવારો માટે આવવા, જવા તેમજ રોકાવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. નફાની બાકીની પચાસ ટકા રકમ પાટીદાર કેરિએર એકેડમીને ફાળવવામાં આવશે.

વિશેષ મા આ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને તિલક કરીને જ એન્ટ્રી આપવામાં આવશે. બન્ને એન્ટ્રી ગેટ ઉપર જ ૧૧-૧૧ ભૂદેવો હશે. જેઓ તિલક કરશે. ખેલૈયાઓએ આઇડી સાથે રાખવાનું રહેશે. જે આયોજકો તથા બાઉન્સર દ્વારા ગમે ત્યારે ચેક કરવામાં આવશે.

વિશાળ રામેશ્વર ફાર્મ ના ગ્રાઉન્ડ અને પરમેશ્વર ગ્રાઉન્ડ ઉપર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમને સ્પોન્સરશીપ આપી છે એમને નવરાત્રી ગ્રાઉન્ડ અને તેની બાજુમાં વીઆઇપી કાર પાર્કિંગના પાસ આપવામાં આવ્યા છે. જ્યારે જનરલ પાર્કિંગ ન્યુ એરા સ્કૂલ તરફનો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ છે. ત્યાં ઉપરાંત તેનાથી આગળ રવાપર રેસિડેન્સીની બાજુમાં પણ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે
તદ ઉપરાંત નાના બાળકો માટે હીંચકા, લપસીયા સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. આ આયોજનમાં રાજકોટની માધવ સિક્યુરિટી સુરક્ષા પુરી પાડશે. આ વખતે ખાસ પંજાબના બાઉન્સરો પણ તેમના દ્વારા રાખવામાં આવશે. અંતમાં તેઓએ કહ્યું કે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનની એકશો પચાસ વ્યક્તિની ટિમ સતત તૈનાત રહેશે. આ નવરાત્રી મહોત્સવમાં પાટીદાર બહેનો તથા તમામ બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવશે અને અત્યાર સુધીમાં n આવ્યા હોય તેવા કલાકારો ને પણ બોલાવવામાં આવશે તેવુ લોરિયા દ્વારા જણાવાયું હતું

Related posts

*જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના હસ્તે વાકાંનેરમાં રાજ્ય સરકાર દ્વારા ૨૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ જીમ સેન્ટરનું લોકાર્પણ કરાશે*

Hello Morbi

*વાંકાનેરના કેરાળા ગામે વિકાસ લક્ષી કામોને વેગ આપતી ચૂંટાયેલી બોડી*

Hello Morbi

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment