• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

નવેમ્બરથી અત્યાર સુધીના 35 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભાડકો, જાણો કેટલા વધારો ઝીંકાયો

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત ફરી એક વખત વધી રહી છે. આજે સતત જોથા દિવસે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. દેશના ચાર મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝળની કિંમતમાં 24થી 27 પૈસાનો વધારો કર્યો છે. આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ક્રમશઃ 83.13, 84.63, 89.78, 86 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત ક્રમશઃ 73.32, 76.89, 79.93, 78.69 રૂપિયા પ્રતિ લિટર છે.

નવેમ્બરથી અત્યાર સુધીના 35 દિવસમાં કેટલો વધારો થયો

દેશના ચાર મહાનગરોમાં નવેમ્બરમાં પેટ્રોલ 1.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2 રૂપિયા પ્રતિ લિટર સુધી વધી ગયું છે. જ્યારે ડિસેમ્બરમાં પેટ્રોલ અને ડીઝલ 0.80 અને 0.9 રૂપિયા પ્રતિ લિટર વધ્યું. એટલે કે નવેમ્બરથી અત્યાર સુધીના 35 દિવસમાં પેટ્રોલ 2.05 રૂપિયા અને ડીઝલ 2.90 રૂપિયા સુધી વધ્યું છે. જોકે ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝળની કિંમતાં કોઈ ફેરફાર થયો ન હતો.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

 

Related posts

*ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાઇવેટ ઇક્વિટી ફાર્મ કેરેસ્ટ્રા સાથે ધોલેરામાં ગુજરાત સ્પેશયલ એજ્યુકેશન રિઝન માટે MOU સંપન્ન*

Hello Morbi

*મોરબીના બેલા મુકામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ચાલતી રામકથા ના શ્રોતા ગણને વડાપ્રધાન મોદી સંબોધન કરશે*

Hello Morbi

*આણંદ જિલ્લાના આંકલાવ ખાતે ગરીબ વર્ગ અને મિત્રમંડળ માટે ભોજન કાર્યક્રમ રાખવામાં આવ્યો*

Hello Morbi

Leave a Comment