• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને આપઘાત કરતા બચાવતી 𝟏𝟖𝟏 અભયમ ટીમ મોરબી*

**ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને આપઘાત કરતા બચાવતી 181 અભયમ ટીમ મોરબી*

તારીખ :-02/02/2026 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિક નો કોલ આવે છે કે એક મહિલા આત્મહત્યા કરવાની કોશિશ કરે છે માટે મદદની જરૂર છે
કોલ મળતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે પીડિત મહિલા સુધી પહોંચેલ અને સૌપ્રથમ પીડિતા ને શાંત કરી આશ્વાશન આપેલ અને ત્યાં જ પીડિત મહિલા ના પતિ પણ હાજર જ હતાં ત્યારબાદ જાગૃત વ્યક્તિએ જણાવેલ કે આ સગર્ભા મહિલા ઓવરબ્રિજ ઉપરથી આત્મહત્યા કરવાની કોશિશ કરતા હતા ત્યારબાદ 181 ટીમે સૌપ્રથમ પીડિત મહિલા ને સાંત્વના આપી વિશ્વાસ અપાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું જેમાં પીડિત મહિલા એ જણાવેલ કે તેમના પતિ કાયમ નાની-નાની બાબતે ઝઘડો કરતા હોય છે જેથી તેમને સતત માનસિક ત્રાસ અનુભવાય છે માટે ટીમ દ્વારા તેમના પતિનું કાઉન્સલિંગ કરતા તેમના પતિએ જણાવેલ કે તેમના પ્રેમલગ્ન થયેલ છે તેમની પત્નીને નવ મહિનાનો સગર્ભા હોય તેઓ તેમના પત્ની સાથે રિક્ષામાં રાજકોટથી મોરબી દરગા હોય જ્યાં દર્શન કરવા માટે આવેલ અને ત્યાંથી પરત રાજકોટ જવા માટે નીકળેલ ત્યા રસ્તામાં તેમના પત્નીની અચાનક તબિયત લથડતા તેમના પત્નીને મોરબીમા જ સારવાર માટે લઈ જવા જણાવતા તેમના પત્ની અહીંયા સારવાર લેવાની ના પાડતા હોય અને સમજતા ના હોય તેમજ રાજકોટ જઈ ત્યાં સારવાર લેવા માટે જણાવતા હોય તે બાબતે બંને વચ્ચે રકઝક થતા તેમના પત્ની ચાલુ રિક્ષામાથી કૂદી જઈને ઓવરબ્રિજ ઉપરથી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલ હોય.. ત્યારબાદ 181 ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરી ગંભીરતા બાબતે સમજાવેલ તેમજ તેમના પતિને પણ સમજાવેલ કે પીડિતા ને સમયસર સારવાર કરાવે અને આ પરિસ્થિતિમાં પીડિતા નું ધ્યાન રાખી માનસિક ત્રાસ ના આપે ત્યારબાદ પીડિતા ના પતિએ પણ જણાવેલ કે તેઓ પીડિતાનું ધ્યાન રાખશે અને પીડિતાએ પણ જણાવેલ કે તેઓ રાજકોટ જવાની જીદ્દ ના કરે અને હાલ અહીંયા સારવાર લઈ લેશે તેમજ હવે પછી ક્યારેય પણ આત્મહત્યાનો વિચાર નહિ કરે અને હાલ પીડિતા ને હોસ્પિટલ માં સારવાર ની જરૂર હોય જેથી ટીમ દ્વારા 108 વાન બોલાવી પીડિતા ને સારવાર અર્થે રેફર કરેલ આમ પીડિતા ના પતિએ અભયમ નો હ્દય પૂર્વક આભર વ્યક્ત કરેલ…

Related posts

મોરબી વોડૅ ન.3 ના લોકો દ્વારા જયરાજસિહ જાડેજા ને ફુલ-હાર પેહરાવી સન્માનીત કરાયા

Hello Morbi

*હર ઘરતિરંગા નિમિતે જોડિયા તાલુકામાં કાર અને બાઈક રેલી યોજાઇ*

Hello Morbi

*ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ કર્યા*

Hello Morbi

Leave a Comment