વાંકાનેર:તા ૧૫ આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં આંણદપર નવાગામ ખાતે રૂપિયા 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.
આંણદપર નવાગામ થી પસાર થતી નદી ઉપર આવેલ પુલ આશરે 100 વર્ષ જુનો હતો. અને એકદમ સાકડો હોવાનાં કારણે લોકોને અવર જવર કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ત્યારે આ પુલ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવતી હતી.તે પુલ નું આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં લોક પ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ ડાભી,રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અજયભાઇ મકવાણા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી નીતાબેન સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજુભાઈ જાપડીયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વીક્રમભાઈ હુંબલ, આંણદપર નવાગામ સરપંચ શ્રી લાલજીભાઈ સોલંકી, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ ગોહેલ,જસ્મીનભાઈ પીપળીયા, ધીરૂભાઈ હાંડા સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



