• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા વરાયેલા પદાધિકારીઓએ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી લીધા આશીર્વાદ*

ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા વરાયેલા પદાધિકારીઓએ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી લીધા આશીર્વાદ
ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસાના નવા હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી છે.સંસ્થાના પ્રમુખ જયેશભાઈ દેસાઈ,મંત્રી વૈકુંઠભાઈ કારિયા, ઉપપ્રમુખ મહેશભાઈ મનવર, સહમંત્રી કિરિટભાઈ ખંડેલવાલ,મહિલા સંયોજીકા સંગીતાબેન ઠક્કર,સહસંયોજીકા પ્રિતીબેન શાહ સહિત સૌ પદાધિકારીઓએ જલારામ મંદિર ડીસા ખાતે પધારી પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા.સૌનુ કંકુતિલક , ફૂલછડી, જલારામ દર્શન ગ્રંથ તેમજ સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, નટુભાઈ આચાર્ય, કમલેશભાઈ રાચ્છ, બળદેવભાઇ રાયકા, દીલીપભાઇ રતાણી, આનંદભાઈ પી ઠક્કર, ચંદુભાઈ એટીડી સહિત સૌએ પ્રસંગોચિત વક્તવ્ય થકી શુભેચ્છાઓ પાઠવી હતી.આ શુભ પ્રસંગે શારદાબેન આચાર્ય, શિલ્પાબેન સુભાષભાઈ ઠક્કર, ભારતીબેન જે ઠક્કર, સરોજબેન રતાણી, ધર્મિષ્ઠાબેન કારિયા,શિલ્પાબેન જોષી, જ્યોતિબેન રંગાણી,સુભાષભાઈ ઠક્કર, કલ્પેશભાઈ -લાલાભાઈ ઠક્કર,હિતેશભાઈ સોનપાલ,સચીનભાઈ વકીલ, કનુભાઈ ગોકલાણી, પ્રતિકભાઈ ગોકલાણી, પ્રવિણભાઈ કંથેરીયા , જયંતિભાઈ મજેઠીયા, ઈશ્ર્વરભાઈ રાવળ, પ્રકાશભાઈ કાનાબાર સહિત અનેક જલારામ ભકતોએ ખાસ હાજરી આપી હતી.
ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા વતી મંત્રી વૈકુંઠભાઈ કારિયા તેમજ મહિલા સંયોજીકા સંગીતાબેન ઠક્કરે પોતાનો પ્રતિભાવ આપી ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સમયબધ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ભવ્ય ઉજવણી: સેવા અને સમર્પણના પવિત્ર શપથ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મજોઠ: ઊંડ ૨ ડેમ ના પારા ને તાત્કાલિકના ધોરણે ડામર થી મઢવા રજૂઆત*

editor

*HELLO MORBI NEWS:ત્રણ દાયકાના ભાજપના શાસનમાં ભયને ભ્રષ્ટાચાર વધ્યો : અમિત ચાવડા*

editor

Leave a Comment