• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈરૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી*

*આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબા તોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે*
*દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ પુર વાવાઝોડું ભૂકંપ કે કાયદો વ્યવસ્થા ની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે*.
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આપણાં અડીખમ યોદ્ધાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપિલ પણ કરી હતી*
*મુખ્યમંત્રીશ્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો*.
*આ વેળા ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર , સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયામક પી એચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પી આર ઓ, એરફોર્સના અધિકારીઓ પણ જોડાયા હતા

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ, મોરબી*

editor

*HELLO MORBI:મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી*

editor

Leave a Comment