• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના અસ્થિઓ સહીત બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આગામી તા.૧૩ ના રોજ સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

 

*અસ્થિ વિસર્જીત ન કરી શકેલ હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતો ના અસ્થિ શહેર ના વિવિધ સ્મશાને સંસ્થા ના અસ્થિ કુંભ મા પધરાવવા અનુરોધ*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવા મા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓ નુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવા મા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનો ના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓ નુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવા મા આવે છે.

હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતો ના આત્મા ની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓ નુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે આગામી સમય મા સુર્ય ગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો સહીત બિનવારસી તેમજ અન્ય દીવંગતો ના અસ્થિઓ નુ તા.૧૩-૧૨-૨૦૨૦ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે. તા.૧૨-૧૨-૨૦૨૦ ના રોજ મોરબી ના તમામ સ્મશાને થી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવા મા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થા ના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનો ના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે આગામી તા.૧૧-૧૨-૨૦૨૦ સુધી મા લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદીર ના અસ્થિ કુંભ મા પધારાવવા વિનંતી. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા હીતેશ જાની- મો. ૯૮૨૫૩૨૬૭૨૯ પર સંપર્ક કરવો.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*અયોધ્યામાં નવ નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી*

Hello Morbi

*મોરબી નગરપાલિકા ના વાહનો નો ખુલ્લેઆમ ભારતીય જનતા પક્ષના ઝંડા મારવા પાલિકાના વાહનનો થતો ગેરઉપયોગ કલેકટર યોગ્ય પગલા લેવા જોઇએ મહેશ રાજ્યગુરુ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

editor

Leave a Comment