• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

મોરબી : તા ૨૯ મોરબી શહેર તેમજ આજુબાજુની ગામડાની જનતા માટે આશીર્વાદરૂપ નીવડેલી ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર યોજાતો કેમ્પ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત શ્રી ડી. સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે આગામી શનિવાર અને રવિવારે ૧૯૪ મો નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે.
સ્વ. ઉમિયાશંકર, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. રતિલાલભાઈ અને સ્વ. શાંતિલાલભાઈ દોશી પરિવાર- મોરબીના સહયોગથી આગામી તારીખ 2 ઓગસ્ટ ને શનિવારે સાંજે 4 થી 7 અને તારીખ 3 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી ડી. સી. મહેતા ડીસ્પેન્સરી, નવાડેલા રોડ મોરબી ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસીને માર્ગદર્શન આપશે.

કેમ્પનો લાભ લેવા દર્દીઓએ ડીસ્પેન્સરી મેનેજર મયુરભાઈ વોરા મો.નં. 95370 99219 પાસે અગાઉથી નામ નોંધાવવા અને તપાસ સમયે કેશ પેપર્સ સાથે લાવવા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહની યાદીમાં જણાવ્યું છે.

Related posts

*જોડિયાના 108 ના ડ્રાઈવર ની પ્રમાણિકતા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસામાં જીવનસાથી હોટલ ઉપર પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણી નૈમિષભાઈ પંડિત નો જન્મદીન તેમના મિત્રો દ્વારા ઉજવાયો*

editor

Leave a Comment