• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા ના બારી શેરી વિસ્તારમાં આવેલ કોઝવે ની બન્ને બાજુ ગાંડા બાવળ નું દબાણ*

જોડિયા ના બારી શેરી વિસ્તારમાં આવેલ કોઝવે ની બન્ને બાજુ ગાંડા બાવળ નું દબાણ

જોડિયા – રાજ્ય માં ભાજપા ની ડબ્બલ એન્જીન સરકાર ના સરકારી તંત્ર અને તેનાં શાસકોઅનેપક્ષ ના માર્ગ દર્શન માં અન્ય રાજકીય પક્ષો થી મોખરાનું સ્થાન ધરાવે છે. સ્વચ્છતા અભિયાન, અને વૃક્ષો રોહણ જેવાં ભભકા જેવાં કાર્યક્રમ માત્ર પ્રસિદ્ધ અને ફોટોગ્રાફી માટે ઉજવણી નું માઘ્યમ બની ચુક્યું છે, પંચાયત રાજ ના નામે ચુંટાયેલા જન પ્રતિનિધિ પોતાના વિસ્તારની જન સમસ્યા પ્રતિ કેટલાં બેદરકાર. હોય છે તેની છાપ ઘરાવતા હોય છે, જ્યારે લોકો માટે મુસીબત નો સામનો કરતાં હોય છે ત્યારે પ્રતિનિધિઓ નું પુર્વ તૈયારી માટે પોતાની વફાદારી થી દુર ભાગતા હોય તેવું જોડિયા ના લોકો અનુભવ કરી રહ્યા છે. વર્ષો થી જોડિયા ગ્રામ પંચાયત ચોમાસા દરમિયાન પ્રિ મોન્સુન ની કામગીરી એક કહેવત પ્રમાણે સમય રહેતા પાળ બાંધવા ની નિતી ભુલી ચુક્યાં છે, જેનાં કારણે લોકો ને પુર હોનારત સમય આફતો નો સામનો કરવા પડે છે ત્યારે તંત્ર કુંભકર્ણ અવસ્થા નિદ્રાધિન હોય છે, મુસીબત જ્યારે માથે આવે ત્યારે જાગે કંઈક આવું જોડિયા ગ્રામ પંચાયત અસ્તિત્વ ધરાવે રહું છે ગામના બારી શેરી ના નિચાણવાળા વિસ્તારોમાં બે ઘાર્મિક સ્થળ રામવાડી અને ગીતા મંદિર ઉપરાંત ત્રણ શિવમંદિર પાસે કોઝવે પર થી દર ચોમાસા દરમ્યાન પુર હોનારત નું પાણી ફરી વળે છે .જેના કારણે સંપૂર્ણ કોઝવે પર થી અવરજવર બંઘ થઇ જાય છે,આ હકીકત થી જોડિયા નું સ્થાનિક તંત્ર અજાણ નથી છતાં સમય રહેતા કોઝવે ની બન્ને બાજુ ગાંડા બાવળ અને વડલો તથા ગંદકી અને કચરાના ઢગલા જે વરસાદી પાણી નિકાસી માટે અવરોધ દેખાય રહ્યો છે, આ વિસ્તાર ના વોર્ડ સભ્ય તથા તાલુકા પંચાયત ના સભ્ય કુંભકર્ણ નિંદ્રામાં થી જાગ્રત થાય અને કોઝવે ની બન્ને બાજુ નાલા ની સફાઈ ની કામગીરી અત્યંત જરૂરી છે, અહેવાલ , લલીત નિમાવત બાલભા ,9/7/26.

Related posts

*HELLO MORBI: વર્ષ ૨૦૨૨-૨૩માં મોરબી જિલ્લાનાં ૧૨૪ લાભાર્થીઓએ મેળવ્યો રાજ્ય સરકારાશ્રીની ગોડાઉન યોજનાનો લાભ*

editor

*HELLO MORBI:ઘાંટવડ ગામની સામાન્ય પરીવારની દીકરી અફસાના બેન સેલોત એ B.Com.78.50% સાથે કૉલેજ માં ફર્સ્ટ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે રાત્રે ૧૧ કલાકે શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે સર્વજ્ઞાતિય ફરાળ મહાપ્રસાદ તથા મટકીફોડ યોજાશે.*

Hello Morbi

Leave a Comment