• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમમોમાં 15 થઈ વધુ શાળાઓ પર મુલાકાત લીધી પ્રવેશ મેળવતા બાળકોને પ્રોત્સાહિત કર્યા કાંતિભાઈ અમૃતિયા*

શાળા પ્રવેશ ને ઉત્સાહના રૂપમાં ઉજવવા માટે વર્તમાન પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ શ્રી કાંતિભાઇ અમૃતિયા શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહે છે.

 

શ્રી કાંતિભાઇ અમૃતિયાએ નિખાલસતાથી કબૂલ કરે છે કે જે તે સમયે તેઓ શિક્ષણ મેળવી શક્યા નથી પણ હાલના સમયમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. દરેક જગ્યાએ તેઓ ખાસ જણાવે છે કે બાળકોમાં અત્યારથી જ ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપનાનું વાવેતર કરવું જોઈએ. બાળકોને upsc gpsc તૈયારીઓ માટેનું વાતાવરણ નાનપણથી જ ઉભું થવું જોઈએ અને એ માટે તેઓએ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પણ પૂરી પાડી છે.

 

ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ પૈકી તેઓએ શાળાના ઓરડાઓમાં પુસ્તકો, ફર્નિચર તેમજ શાળાના પટાંગણમાં સિમેન્ટ બેન્ચીસ માટે તથા પુસ્તકોની પુસ્તકાલયો માટે મોટી ગ્રાન્ટ ફાળવી છે વાંચસે ગુજરાત કાર્યક્રમને પણ તેઓએ સફળ બનાવવાના પ્રયત્નો કર્યા છે તથા ગ્રામ્ય વિસ્તારની શાળા ના કેમ્પસમાં વૃક્ષારોપણ તથા અન્ય ઈત્તર પ્રવૃત્તિઓ વિકશે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે.

 

તા.23-06-2022 થી શરૂ થયેલ શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમમાં વિવિધ ગામો તેમજ શહેરોની શાળાઓમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં,

 

ભળિયાદ પ્રાથમિક શાળા, પોટરી પ્રાથમિક શાળા, સરસ્વતી પ્રાથમિક શાળા, તાલુકા શાળા નંબર(1.2) લખધીર વાસ પ્રાથમિક શાળા ગિબ્સન મિડલ સ્કૂલ, શાંતિવન પ્રાથમિક શાળા, વગેરે ઉપરાંત મોરબી તાલુકાના ધરમપુર, ટીમડી, બેલા, ગાળા, નવા સાદુરકા, લક્ષ્મીનગર વિગેરે ગામોનો પ્રવાસ કરી શાળા પ્રવેશઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*કેરળમાં હિન્દુ સ્મશાન ગૃહમાં મુસ્લિમ મહિલા અગ્નિદાહ આપનાર બન્યા*

Hello Morbi

*૧૦૮ ઇમરજન્સી ના પ્રોગ્રામ મેનેજર બીપીન ભેટારીયા દ્વારા 2022 ના જામનગરમાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક એસો.ને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન*

Hello Morbi

Leave a Comment