• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

*જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો*

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના માર્ગદર્શન હેઠળ જોડિયા તાલુકા કક્ષાનો ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેર ૧૦/૧૨/૨૦૨૦ ના રોજ તાલીમ ભવન જામનગરના પ્રાધ્યાપક શ્રી વિજયભાઈ સુરેલીયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જોડિયા તાલુકાની વિવિધ શાળાઓના ઇનોવેટીવ શિક્ષકો દ્વારા બાળકોની શૈક્ષણિક પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો કરવા તથા કઠિન બિંદુઓ અને સમસ્યાઓને હલ કરવા માટે વિવિધ નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે. જેને હડિયાણા કન્યા શાળાના દેવાંગીબેન બારીયા તથા નેસડા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર ધમસાણીયા અને યોગેશ ભેંસદડિયા દ્વારા માઇક્રોસોફ્ટ ટિમ્સ ના માધ્યમથી રજૂ કર્યા હતા. આ ઇનોવેશન ફેરમાં તાલુકાની શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ, સી.આર.સી. કો. ઓ. જોડાયા હતા અને નવતર પ્રવૃત્તિઓ નિહાળી માર્ગદર્શન અને પ્રેરણા મેળવી હતી. મૂલ્યાંકન સમિતિ દ્વારા નવતર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન બી.આર.સી.કો. ઓર્ડીનેટર શ્રી આશિષકુમાર રામાનુજ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓનલાઇન એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં ભાગ લેનાર તથા જોડાનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો….
શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*જોડિયા કોર્ટે કોને ત્રણ વર્ષ ની સજા અને દંડ ફટકારી*

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના પદાધિકારીઓનું કરવામાં આવેલ સન્માન* 

Hello Morbi

*મોરબીના યુવા ગ્રુપ કા રાજા દ્વારા ગણપતિ મહારાજને ૫૬ ભોગ અન્નકૂટ અર્પણ*

Hello Morbi

Leave a Comment