• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધ્રોલ: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે સાત નવી એસટી બસો નું લોકાર્પણ કરાયું*

ધ્રોલ:તા ૨૭ (*લલિત નિમાવત દ્વારા*)જામનગર જિલ્લામાં પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ધ્રોલ એસ.ટી. ડેપો ખાતે ગઈ કાલે નવા વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ૭ નવીન એસ.ટી. બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર આર.એ. શેખ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ વિનુભાઈ વાઘેલા, ભાજપ અગ્રણી બીજરાજસિંહ જાડેજા, નવલભાઈ મુંગરા, સંજયસિંહ જાડેજા, રાજભા જાડેજા, સી.એમ. વરુ તેમજ શહેર ભાજપ મહામંત્રી ઋતુ ગડારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ લીલી ઝંડી બતાવીને નવા વાહનોને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું કે, ધ્રોલ સહિતના વિસ્તારોમાં મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત પ્રવાસ મળી રહે તે માટે આ નવી બસો ઉપયોગી સાબિત થશે. સ્થાનિક આગેવાનો દ્વારા પણ નવા વાહનોના ઉમેરાથી મુસાફરોને સીધી સગવડતા વધારાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લઘુ ઉદ્યોગ ભારતી – મોરબી જિલ્લા દ્વારા ટંકારા તાલુકા ઇકાઈની ઘોષણા કરવામાં આવી*.

editor

*HELLO MORBI: ટંકારા તાલુકા ભાજપ દ્વારા મુખ્યમંત્રી નું સન્માન કરાયું*

editor

*HELLO MORBI:જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પહોંચ્યા માળીયા સામખિયાળી હાઈવે પર અસરગ્રસ્ત સ્થળે*

editor

Leave a Comment