• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

GOLD RATE TODAY: આજે ફરી ઘડ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી બંન્ને ધાતુઓની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે ભાવ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃ ઘરેલૂ સોની બજારમાં મંગળવારે સોના અને ચાંદી બંન્ને ધાતુઓની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારો સોનાના હાજર ભાવમાં 243 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ સોનાનો ભાવ 49,653 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર, સોનાની વૈશ્વિક કિંમતોમાં ઘટાડાને કારણે ઘરેલૂ બજારમાં પણ ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું  49,896 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

સોનાની સાથે ચાંદીની હાજર કિંમતમાં પણ મંગળવારે ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં 216 રૂપિયા ઘટ્યા છે. આ ઘટાડા બાદ ચાંદીનો ભાવ 67,177 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાના સત્રમાં ચાંદી 67,393 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.

વૈશ્વિક સ્તર પર સોનાનો ભાવ
વૈશ્વિક સ્તર પર મંગળવારે સાંજે સોનાની વાયદા અને હાજર બંન્ને કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ અવુસાર, મંગળવારે સાંજે સોનાનો વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર 0.30 ટકા એટલે કે 5.70 ડોલરના ઘટાડા સાથે  1,877.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ રે, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોનામાં આ ઘટાડો થયો છે.

 

Related posts

*HELLO MORBI NEWS: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*HELLO MORBI: ટંકારા ના લોકપ્રિય પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમા ૬ વર્ષની દીકરીનું પ્લાસ્ટિક સર્જન ડૉ આશિષ હડિયાલ દ્વારા સફળ સર્જરી*

editor

Leave a Comment