• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે નવી આફત, નવી બિમારીએ દેખા દીધી, 10 વ્યક્તિનાં હાથ-પગ લકવાગ્રસ્ત

કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે દેખા દીધી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે, અમદાવાદ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ કેસ જોવા મળ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ જૂનો રોગ છે પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ પગે લકવો મારી જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યારે દસ જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, દર  હજારે એકને આ રોગ થતો હોય છે, પણ કોરોનામાં સાજા થયેલા  દર્દીઓમાં આ રોગ જોવા મળી રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન થાય તો  તેના ૧૫-૨૦ દિવસ પછી પણ આ રોગ થતો હોય છે, આ નવો નહિ  પણ જૂનો રોગ છે.

સિવિલ હોસ્પિટલના એક તબીબે જણાવ્યું કે, પોસ્ટ કોવિડ પછી અત્યારે ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો  છે, કોરોના મટયા બાદ હાથપગમાં લકવો થાય છે, પગમાં નબળાઈ  આવે છે, બાળકોમાં આ રોગ વિશેષ થતો હોય છે. આ જૂનો  રોગ છે, આ રોગના કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેના કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર  થાય છે.

કોવિડમાં ઈમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝૂમેબ અને  રેમડેસિવીર ઈન્જેક્શનના કારણે ઈમ્યુનિટી ઘટે છે, આ કારણે જ  કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા વધુ કેસ જોવા મળે છે. તબીબોના મતે બેથી છ અઠવાડિયામાં આ રોગ વધી જતો હોય છે.

સિવિલમાં મ્યુકર માયકોસિસ કુલ ૫૧ કેસ, દસનાં મોત

કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસિસની બીમારી થઈ રહી છે, બે મહિનામાં જ અમદાવાદ સિવિલમાં ૪૪ કેસ નોંધાયા હતા, જેમાંથી નવનાં મોત થયાં હતા. જોકે હવે આ કેસ વધીને ૫૧ થયા છે અને વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૧૯ દર્દીઓને આંખે દેખાવાનું બંધ થયાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગના વડા ડો.ઈલાબહેન ઉપાધ્યાયે સિવિલમાં આ પ્રકારના કેસો આવ્યાની વાત સ્વીકારી હતી.

 

Related posts

*ચેટીચંદ નિમિતે ડીસાની પૂજ્ય ઝૂલેલાલ શોભાયાત્રાનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

Hello Morbi

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા મારું બસ સ્ટેન્ડ* *સ્વચ્છ બસ સ્ટેન્ડ’* *ટંકારા બસ સ્ટેન્ડની બોલતી દીવાલો; લોકો માટે સ્વચ્છતા સંદેશ*

editor

*મોરબીમાં ઓરપેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ*

Hello Morbi

Leave a Comment