• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના કાંતિલાલ બાવરવા એ સી એમ ને પત્ર પાઠવી રજુઆત કરી*

પ્રતિ, તા. ૧૫/૦૧/૨૦૨૧.

મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ

ગુજરાત રાજ્ય

નવા સચિવાલય

ગાંધીનગર

 

વિષય – ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ માથી નીકળતી માઇનોર ૧૯ નું કામ ચાલુ કરવા બાબત.

મહેરબાન સાહેબ શ્રી

 

જયભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી જિલ્લા માં નર્મદા યોજના ની કેનાલો જેવી કે માળીયા બ્રાન્ચ, ધ્રાંગધ્રા બ્રાન્ચ, મોરબી બ્રાન્ચ આવેલી છે. આ બ્રાંચ કેનાલો ના કામો છેલ્લા ઘણા વર્ષો થી પૂરા થઈ ગયેલ છે.

 

પરંતુ તેમાંથી નીકળતી ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર, વોટર ક્રોર્ષ વગેરે ના કામો હજુ પણ ઘણી જ્ગ્યા એ બાકી છે. જેના કારણે ખેડૂતો ના ખેતર સુધી પાણી પહોચતું નથી અને કમાન્ડ વિસ્તાર માં હોવા છતા આ ખેડૂતો સિંચાઇ ના લાભથી વંચિત છે.

 

આ માટે ની એક માઇનોર કેનાલ કે જે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ માથી નીકળતી માઇનોર – ૧૯ કે જે કેદારિયા રણજીત ગઢ વિસ્તાર ના ખેતરો માટે ની છે. તેનું કામ હજુ સુધી ચાલુ થયેલ નથી. તો અમારી માગણી છે કે આ કામ તાત્કાલિક ચાલુ કરવા માં આવે. જો ચાલુ કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે સ્થાનિક ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિનધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનતિ.

 

 

આપના સ્નેહાધીન

 

(કાન્તિલાલ ડી. બાવરવા)

જનરલ સેક્રેટરી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

નકલ સાદર રવાના :-

(૧) પ્રતિ શ્રી પરેશ ભાઈ ધાનાણી સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા

સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.

(૨) પ્રતિ માનનીય શ્રી અમિત ભાઈ ચાવડા સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.

(૩) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય

ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.

Related posts

*HELLO MORBI:વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ના ભાગરૂપે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મોરબી અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારા ના સયુંકત ઉપક્રમે આઈ.ટી.આઈ. ટંકારા ખાતે વ્યસનની જાગૃતિ અર્થે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયુ*

editor

*મોરબી આઇ.ટી.આઇ દ્વારા વર્ચ્યુઅલ ભરતી મેળાનું આયોજન*

Hello Morbi

RAJDHANI, SHATABDI EXPRESS સહિત અનેક ટ્રેનોના ટાઈમ આજથી બદલાયા, આ રહ્યું નવું TIME TABLE

Hello Morbi

Leave a Comment