
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા ત્યારે ગુજરાતમાં સહુ પ્રથમ તમામ સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડવા જઇ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક નવી શરૂઆત કરેલ છે હજુ ચૂંટણી અયોગ્ય દ્વારા ચૂંટણી જાહેર પણ નથી કરાઈ ત્યારે આપ પોતાના ઉમેદવારો જાહેર કરવા લાગ્યું છે આજે ચોથી યાદી જાહેર કરવામાં આવી.
આ પહેલા પ્રથમ યાદીમાં ૫૦૪, બીજી યાદીમાં ૬૫૦, ત્રીજી યાદીમાં ૫૨૭ અને આજે અમદાવાદ ખાતે ૫૮૪ જેટલા ઉમેદવાર ના નામ જાહેર કરેલ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા ૨૩૧૫ ઉમેદવારોના નામ જાહેર કરેલ આજે જાહેર કરેલ નામોમાં મોરબી જિલ્લાના ૧૦ ઉમેદવારોનો સમાવેશ થાય છે જેમાં મોરબી નગરપાલિકા વોર્ડ-2 માંથી હેમિબેન કેશુભાઈ આગેચણીયા, વોર્ડ- 12માંથી આસિફભાઈ જૂનાચ, વોર્ડ-13માંથી દક્ષાબહેન અનિરુદ્ધસિંહ રાણાનો સમાવેશ થાય છે જ્યારે અન્ય માં ઘૂટુ જિલ્લા પંચાયત સીટ પર રતિલાલ પરમાર તેમજ સાપકડા સીટ પર જેંતિભાઇ ચાવડા અને સાપકડા તાલુકા પંચાયત સીટ પર ચાવડા નંદલાલ ઈશ્વરભાઈ, નવા દેવડીયા તાલુકા સીટ પર નયનાબેન જયંતિભાઈ દેસાઇ, માથક તાલુકા પંચાયત સીટ પર આનંદબા રાજપૂત, આમરણ તાલુકા પંચાયત સીટ પર એમણાબેન શબીરમિયાં બુખારીનું નામ જાહેર થયેલા છે.
આગાઉ 1731 ઉમેદવાર જાહેર કરેલ છે આજે 584 ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે ટોટલ.2315 ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે જેમાં 38 % મહિલાઓ અને 80 % યુવા શિક્ષિત ને ટિકિટ આપવામાં આવેલ છે
એ.કે.પટેલ
મોરબી જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી
મહેશ રાજ્યગુરુ
પ્રમુખ આમ આદમી પાર્ટી મોરબી શહેર
પરેશ પારીઆ
જિલ્લા મીડિયા
