• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસામાં લગ્ન દિન નિમિતે જલારામ બાપાના ભજનનું કરાયું પ્રેરણાદાયી આયોજન*..

ડીસા નગરમાં તારીખ 26-7-2018 થી પૂજ્ય જલારામ બાપાનાં નિયમિત ભજન દર ગુરૂવારે રાત્રે દોઢ કલાક માટે થાય છે.ભજનનું આ ચોથું વર્ષ ચાલુ છે.તાજેતરમાં તારીખ 24-2-2022 ને 188 મા ગુરૂવારે કમલેશભાઈ રાચ્છ અને જયશ્રીબેન રાચ્છના બાવીસમા લગ્ન દિન નિમિતે તેમના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાનાં ભજન થકી સૌએ નિજાનંદ કરી તેમનું સન્માન કર્યું હતું તેમજ અભિનંદન-શુભેચ્છાઓ પાઠવી હતી.આ અવસરે જલારામ સત્સંગ મંડળના સદગત સહયોગીઓ સર્વ રસિકભાઈ રાચ્છ, જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, કાંતિભાઈ સોની,ચંદુભાઈ સેજાણી વિગેરેનું પણ સ્મરણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

જલારામ સત્સંગ મંડળના નિયમિત નિષ્ઠાવાન સેવકો સર્વ નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,ભગવાનભાઈ બંધુ,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,તારાચંદભાઈ મજેઠીયા,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર, આનંદભાઈ પી.ઠકકર, સંજયભાઈ બારોટ, દેવચંદભાઈ એન.ઠકકર, દિનેશભાઈ ચોક્સી,મનુભાઈ રતાણી,સતીષભાઈ પટેલ,ભરતભાઈ એચ. ગોકલાણી,જીતુભાઈ એન.અખાણી,રમેશભાઈ નારણલાલ ઠકકર,શશીકાંતભાઈ ડી.ઠકકર, રાજુભાઈ લીંબાચીયા,લાલાભાઈ ઠકકર, શંભુલાલ સેજાણી,સુભાષભાઈ ઠકકર, રાજેન્દ્રભાઈ ચૌહાણ,વૈકુંઠભાઈ કારિયા,દીલીપભાઈ રતાણી,જગદીશભાઈ ધાનેરાવાળા,જ્યોતિબેન ઠકકર, પૂજાબેન ઠકકર, શિલ્પાબેન ઠકકર, રક્ષાબેન સેજાણી,મીતાબેન ઠકકર સહિત ઉપસ્થિત 250 જેટલા જલારામ ભકતોએ ભજનોની રમઝટ થકી નિજાનંદ માણ્યો હતો.

રાચ્છ પરિવારનાં સર્વ બબીબેન રાચ્છ, મુકેશભાઈ,નીતાબેન, કમલેશભાઈ, જયશ્રીબેન, શૈલેષભાઈ, વર્ષાબેન, વિજયભાઈ, જીગીષાબેન સહિત સમગ્ર પરિવારે સૌ જલારામ ભકતોની બહોળી સંખ્યામાં હાજરીથી અત્યંત રાજીપો અનુભવી ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી રૂપિયા 5100/- ગૌસેવામાં અર્પણ કર્યા હતા તેમજ રૂપિયા 51000/-(એકાવન હજાર) શાસ્ત્રીજી ગૌશાળાની ગૌકથા માટે જાહેર કર્યા હતા.

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા:દરિયાલાલ મંદિર નરશીપરા ખાતે બીજ ની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI NEWS:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરવામાં આવી*

editor

*HELLO MORBI:જીવનદર્શન:* *સેવા,સ્મરણ,સમર્પણના માધ્યમથી અલગારી જીંદગી જીવી અલવિદા થયેલ થરાનાં માતુશ્રી મુકતાબેન અચરતલાલ ઠકકર*

editor

Leave a Comment