• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના ઘુટુ રોડ પરથી એક શખ્સ હથિયાર સાથે પકડાયો*.

જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા તકેદારીના પગલાં લઈ અસામાજિક તત્વો ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. શહેર જેમાં શહેર બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની સુચના મુજબ હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણી શાંતી પૂર્વક યોજાઈ તે અનુસંધાને ગેરકાયદે હથીયાર ધરાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા ડી.વાય.એસ.પી. રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ આઈ.એમ. કોંઢીયાની સુચનાથી પી.એસ.આઇ આર. બી. ટાપરીયા તથા સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના વનરાજભાઇ ચાવડા, નરેન્દ્રભારથી ગોસ્વામી, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, રમેશભાઇ મુંધવા, ઋતુરાજસિંહ જાડેજા સાહિતનાઓએ શક્તિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલની સંયુક્ત બાતમીને આધારે આરોપી સુરજભાઇ ઉર્ફે સુર્યો રમેશભાઇ બાબુભાઇ સીતાપરા, ઉ.વ.૨૫, રહે. હરીઓમ પાર્ક જુના ઘુટુ રોડ આઇટીઆઇ આગળ તા.જી.મોરબીવાળાને હાથ બનાવટનો દેશી તમંચો નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મંત્રી તરીકે ખંભાળીયાના લોહાણા અગ્રણી અનીલભાઈ ગોરધનદાસ તન્નાની કરાઈ નિમણૂંક*

editor

*HELLO MORBI:મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમ સન ફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂનો જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:ટંકારા ની ગાયત્રીનગર તાલુકા શાળા ,ટંકારા કન્યા શાળા અને ટંકારા કુમાર શાળામાં સરકારશ્રી દ્વારા આપેલ સ્માર્ટ RC કલાસ દ્વિતીય ફેજ જ્ઞાનકુંજ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment