• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પોલીસ ની શાબાશી જોગ કામગીરી ગાડીમાં બ્લેકફિલ્મ મોડીફાય સાયલેન્સર જરૂરી દસ્તાવેજો સહિત ના 182 વાહનો સામે ફોજદારી કાર્યવાહી*

 મોરબી શહેર અને જિલ્લામાં તમામ પોલીસ મથકો દ્વારા 182 વાહન ચાલકો વિરુદ્ધ ફોજદારી

 

મોરબી : મોરબી શહેરમાં સામાન્ય નાગરિકો માટે જોખમરૂપ બનેલા ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો બાદ કાળ બનીને ફરતા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસવડાએ આદેશ આપતા આજે મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશરૂપે દિવસભર કામગીરી કરી કાળા કાચ, ડમ્પર અને બુલેટ સહિતના 182 વાહનો સામે ફોજદારી કાર્યવાહી કરતા આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

 

મોરબી જીલ્લામાં અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં અમુક વાહન ચાલકો તેમના વાહનમાં નંબર પ્લેટ લગાવતા નથી જેથી નંબર પ્લેટ વગર બેફામ રીતે ચાલતા ટ્રક-ડમ્પરો તથા મોડીફાઇડ કરેલ સાયલેન્સર બુલેટ ચાલકો તથા બ્લેક ફિલ્મ વાળી કારમાં અનધિકૃત લખાણ વાળી નંબર પ્લેટ લગાવી વાહન ચાલકો મોરબી જીલ્લાના માર્ગો પર ફરી રહેલ હોય જેથી આજ રોજ જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપતા તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી.

 

આજરોજ મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિકારી મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા ડમ્પરો, મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ વાહનોને ઝડપી પાડી 22 કેસ કર્યા હતા તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સર વાળા વાહનોને એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડીટેઇન-૪૯ કેસ કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા શીટ બેલ્ટ વગરના તથા કાળા કાચ વાળા તથા વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનુ લાયન્સ સાથે નહિ રાખે તથા રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કુલ 111 કેસ કરી તેનો સ્થળ દંડ રૂ.૫૨૦૦૦/- વસુલ કરેલ હતો.

આમ મોરબી જિલ્લામાં આજે પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ દાખલારૂપ કાર્યવાહી કરેલ છે અને હજુ પણ વાહન ચાલકો ઉપરોકત મોડીફાઇ કરેલ સાયલેન્સરો કે વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખે અને ભયજનક રીતે કે ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્કિંગ કરશે અને ટ્રાફિકના નિયમોનુ ભંગ કરશે તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ જિલ્લા પોલીસવડા દ્વારા સતાવાર જાહેર

Related posts

તમારી ગાડી માટે આવી ગયું ‘નવું’ પેટ્રોલ, અમદાવાદ મળશે, જાણો ફાયદો

Hello Morbi

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ના જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પૂર્વ મંત્રી, એ.આઈ.સી.સી ઉતરાખંડ ના પ્રભારી કે.ડી. બાવરવા*

Hello Morbi

*HELLO MORBI:થરા જલારામ મંદિરે કષ્ટભંજન દેવ હનુમાનદાદાના રથનું થયું ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય સ્વાગત*

editor

Leave a Comment