• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ દ્વારા કલેક્ટર બંગલા સામે ધરણા*

વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર બંધ કરાતા રોષે ભરાયેલા લોકો કલેક્ટર બંગલે દોડી ગયા : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મોરબી : મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા રોષે ભરાયેલા દર્દીઓના સગા કલેક્ટર બંગલે દોડી ગયા હતા. જ્યાં તેઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જ્યાં સુધી ઇન્જેક્શન નહિ મળે ત્યાં સુધી ન હટવાનું જણાવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં છે. સામે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઓછો ફાળવવામાં આવતો હોય તંત્ર દ્વારા હોમ આઇસોલેટ દર્દીઓને આજથી રેમડેસીવીર ઇન્જેક્શન ન વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત આજથી વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર પણ બંધ કરવામાં આવ્યું છે.

 

જેને પગલે આજ વહેલી સવારથી વી.સી. હાઇસ્કૂલ ખાતે લાઈનમાં રહેલાં દર્દીઓના સગાઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ તમામ લોકો કલેક્ટર બંગલે દોડી ગયા હતા. જ્યાં હોબાળો મચાવીને તેઓએ ઘરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી રેમડેસીવીર ઇન્જેક્શન ન મળે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહિ તેવું લોકોએ જણાવ્યું હતું. આ બનાવને પગલે કલેક્ટર બંગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Related posts

*ઘુંટુ ગામે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈને પરણીતાનો આપઘાત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી સમાજનો રવિવારે વિધાથી સન્માન સમારોહને સ્નેહમિલન યોજાશે*

editor

*HELLO MORBI:વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ “ ગેંગક્રમ ” નો ગુન્હોનોંધતી લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment