જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર ” રામવાડી ‘ મા શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તેમજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રંભગવાન તેમજ પૂજ્યપાદ ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમકૃપાથી ” રામવાડી ‘ ની પાવન ભૂમિમાં પ્રતિ વર્ષે મુજબ આ વરસે પણ જેઠવદ બીજ ના રોજ પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૫ મી ) પુણ્યતિથિ મહોત્સવ સંતશ્રી ભોલેબાબા સેવક સમુદાય દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે , હાલ કોરોનાંની મહામારી અને સરકારશ્રીના આદેશ અનુસાર સોશ્યલ ડિસ્ટન રાખીને સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ની ( ૩૫ મી ) પુણ્યતિથિ નિમિતે જેઠવદ બીજ ના રોજ તારીખ : ૨૬ / ૬ / ૨૦૨૧ ને શનિવારના રોજ રામવાડી ખાતે આવેલ પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં સવારે વિશેષ પૂજન અર્ચનવિધિ કરવામાં આવશે તેમજ બપોરે ૧૨ : ૦૦ કલાકે ઢોલ નગારા અને શખ્ખોદ્વારા પૂજ્ય બાબાજી ની “મહાઆરતી’ કરવામાં આવશે તેમજ બપોરે ૧૨ :૦૦ કલાકે પૂજ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનો ” દિવ્ય ભવ્ય ભંડારો ‘ ( મહા પ્રસાદ ) રાખેલ છે પૂજ્ય બાબાજીની પુણ્યતિથિ માં પ્રતિ વર્ષે જોડિયા સમસ્ત ગામ ધુંવાડાબંધ જમણવાર ( મહાપ્રસાદ ) નું પણ આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે સરકારશ્રીની ગાઈડ અનુસાર ધુંવાડાબંધ જમણવાર હજી નિશ્ચિત નથી , પૂજ્ય સંતશ્રી ભોલેબાબાજીની પુણ્યતિથિના પાવન પર્વે સમગ્ર મંદિરને પુષ્પોથી સજાવટ કરવામાં આવશે તેમજ રંગબેરંગી લાઈટોથી સજાવટ કરવામાં આવશે પૂજ્ય બાબાજી પુણ્યતિથિ ના આગલા દિવસે તારીખ : ૨૫ / ૬ / ૨૧ ને શુક્રવાર ના રોજ સંગીતમય સુંદરકાંડ ના પાઠ, શ્રી હનુમાન ચાલીસા , ધૂન, સંકીર્તન રાખેલ છે તેમજ દર શનિવારે રામવાડી માં સુંદરકાંડ ના પાઠ કાયમ થાય છે , જોગાનું સંજોગ પૂજ્ય બાબાજીની પુણ્યતિથિ પણ શનિવારે જેઠવદ બીજ ના રોજ આવે છે જેઠવદ બીજ ના રોજ બપોરે પૂજ્ય બાબાજીનો દિવ્ય ભવ્ય ભંડારો થશે જૅ યાદી ” સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સેવક સમુદાય દ્વારા જણાવાયું છે ,,,,
ઉપરોકત તસ્વીરમાં જોડિયાધામની ” રામવાડી ‘ માં પ્જ્ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી ની મૂર્તિ ના દર્શન થાય છે તેમજ પૂજ્ય બાબાજી નો ફાઈલ ફોટો.
*અહેવાલ લલિત નિમાવત*
