• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા ની એમપી દોશી વિદ્યાલય ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકો નું અભૂતપૂર્વ સ્નેહમિલન યોજાયું*

 

(અહેવાલ : નૈમિષ સેજપાલ )
ટંકારાની એમ પી દોશી વિર્ધાલય ખાતે ઐતિહાસિક ભુતપૂર્વ વિધાથી શિક્ષકો અને આગેવાનોના મિલાપ તરંગ ઉજવાયો. દેશ વિદેશમાં સેવા અને ખ્યાતિ પામનાર આ શાળામાં અભ્યાસ કરતા છાત્રો ફરી એક વાર ભેળા મળી જુની યાદો વાગોળી. શાળાના વર્તમાન બાળકો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજયો શાળાને ડિઝીકટલ અને આધુનિકતા તરફ લઈ જવા માતબર રકમ દાનમાં આપી રૂણ ચુકવયુ.

ટંકારા તાલુકામાં 60ના દશકમાં સ્થાનિક કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મળી રહે એવા ઉમદા આશયથી ઉચ્ચ કોટીના મહાજન અને મોરબી રાજવી સાથે પારિવારીક ધરબો ધરાવતા મગનલાલ દોશી દ્વારા આ શાળાની શરૂઆત કરી હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ અક્ષરજ્ઞાન અને પ્રમાણિત બની આજે દેશ વિદેશમાં વસવાટ કરે છે ત્યારે વર્તમાન શાળા સંચાલક અને શિક્ષકો દ્વારા ભુતપૂર્વ વિધાથીનુ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કર્યું હતું જેમાં ત્રણેક હજાર ભુતપૂર્વ વિધાર્થીઓ હાજર રહી ઐતિહાસિક કાર્યક્રમ બનાવ્યો હતો.

આ તકે વર્તમાન વિધાર્થીઓએ 15 જેટલી અલગ અલગ કુર્તી રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દિવ્યાંગ વિધાર્થી આર્યન અંદરપા એ એમ પી દોશી ની માનવતા ભર્યા વલણને પોતાની ભાષામાં વાગોળી તો માઈગ્રેડ મજુરો ના છોકરા પણ અહી અભ્યાસ કરતા હોય આદીવાસી નૃત્ય કરી એની ભાવના વ્યક્ત કરી હતી. શાળાના હસમુખજી પરમાર, કળવાતરા સાહેબ, ભાલારા સાહેબ, શાહ સાહેબ સહિતના સ્વર્ગસ્થ શિક્ષકોને યાદાંજલી અર્પી હતી તો જુના ટ્રસ્ટી મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરીવાર, શાહ પરીવાર, મહેન્દ્ર ભાટીયા, ગંગારામ રાજસી સહિતના વર્તમાન ટ્રસ્ટી ડી. વી. મહેતા, વિજય લાભશંકર દોશી અને કટારીયા પરીવાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

એમ પી દોશી વિર્ધાલય ને અતિ આધુનિક બનાવવા ની અપિલને પુર્વ છાત્રો એ હાથોહાથ વધાવી લીધી હતી અને લાખોની રકમ નો ધોધ વહાવયો હતો જેમા બાલાજી ગૃપ ના જગદીશ પનારા એ એક લાખ પચિસ હજાર ,લંગોટીયા ગેંગ દ્વારા એક લાખ અગિયાર હજાર, એક લાખ નિલેશ અને દિપેશ ધોડાસરા , એક લાખ અગિયાર હજાર ગુલમહોર ગૃપ, એકાવન હજાર શાળાના વિદ્યાર્થી અને હાલે BCCI બોર્ડના હરેશ રાવલે શાળાના ક્રિકેટ માટે જેટલી જરૂરી કિટ આપવાની જાહેરાત કરી હતી. તો તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા એ શાળામાં આરો પ્લાન માટે પાચ લાખ ની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત આપ ના ઉમેદવાર સંજય ભટાસણાએ 18 હજાર રૂપિયા તો પુર્વ શિક્ષકો એ 86 હજાર .જુની તમામ બેચના વિધાર્થીઓ એ માતબર રકમ આપી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હિતેષભાઈ ગાંધી, પંકજ કારેલિયા, હસમુખ જૈન, સુકેતુ રાવલ, ભરત રબારી, મિતેષ મહેતા, જૈનતી સાહેબ દુબરીયા ,રમાબેન રાઠોડ ,શાળાના આચાર્ય ડો. ખાંભલા સાહેબ ,દિનેશ સાહેબ સહિતના અનેક શિક્ષકગણ અને કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન ભાવેશ સંધાણી અને રમાબેન રાઠોડ તથા કેતન કટારીયા દ્વારા કરવામાં આવેલ અંતમા વંદે માતરમ્ ગીત સાથે આજનો ઐતિહાસિક સાંસ્કૃતિક કાર્યક્રમ પુર્ણ થયો હતો

Related posts

*HELLO MORBI:નીગાહે વલીમે વો તાસીર દેખી* *બદલતે હજારો કી તકદીર દેખી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ધ્રોલ:ક્વોન્ટમ યુગ શરૂ થાય છે સંભાવના અને પડકારો વિષય પરજિલ્લાકક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર ૨૦૨૫ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟑𝟗𝟓 મા ગુરૂવારે ડીસા નગરમાં શ્રીમતી પિન્કાબેન મનોજભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ઉમટ્યું માનવ મહેરામણ*

editor

Leave a Comment