• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ મંદિરે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં 150 મા ગુરૂવારનાં યોજાયાં ભજન*

ડીસા નગરમાં 26-7-2018 ગુરૂવારે જલારામભાઈ દેવવાળાના નિવાસસ્થાનેથી પૂજ્ય જલારામબાપાનાં ભજનો નિયમિતપણે શરૂ કરાયાં હતાં.દર ગુરૂવારે યોજાતાં આ ભજનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ/બહેનો ઉપસ્થિત રહેતાં હોય છે.જો કે માર્ચ 2020 થી કોરોનાને લીધે સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં પારિવારિક રીતે પણ ભજનો સતત ચાલુ જ રાખવામાં આવ્યાં હતાં.તારીખ 3-6-2021 એકસો પચાસમા ગુરુવારે જલારામ મંદિર ડીસા ખાતે મર્યાદિત સંખ્યામાં રંગેચેગે પૂજ્ય જલારામબાપાના ભજનનો પ્રેરણાદાયી કાર્યક્રમ થયો હતો.આ શુભ અવસરે ભજનીકો સર્વ દેવચંદભાઈ એન.ઠકકર,આત્મારામભાઈ ઓઢાવાળા,કનુભાઈ તૃપ્તિવાળા,નટુભાઈ લીંબાચીયા,યશવંતશાસ્ત્રીજી મહારાજ,નવીનભાઈ પ્રજાપતી,શીલ્પાબેન ઠકકર,જ્યોતીબેન ઠકકર,તુલસીબેન ઠકકર,ચારૂબેન ઠકકર સહિત વિવિધ ભજનીકોએ ભજનો ગાઈ સૌને ભકિતમાં લીન બનાવી દીધા હતા.

આ શુભ અવસરે સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,તારાચંદભાઈ મજેઠીયા,મહેશભાઈ ઉડેચા,આર.ડી.ઠકકર,આનંદભાઈપી.ઠકકર,અમરતમામા,કમલેશભાઈ રાચ્છ,ભરતભાઈ ગોકલાણી,જીતુભાઈ અખાણી,ગોરધનભાઈ પલણ,પરષોતમદાસજી,દીલીપભાઈ બારોટ સહિત વિવિધ જલારામ ભકતોએ ખાસ ઉપસ્થિત રહી ભજનો માણ્યાં હતાં.ડીસા નગરમાં સતત ત્રણ વર્ષથી ચાલતાં ભજનોમાં અનેક ભજનીકો તેમજ જલારામ ભકતોનો વિશિષ્ઠ સહકાર મળ્યો છે.ડીસા નગરમાં 161 ગુરુવાર સુધી જલારામબાપાનાં ભજનો કરવાનો સંકલ્પ છે.આ સંકલ્પ પૂર્ણ થયા બાદ જલારામ સત્સંગ મંડળના નિષ્ઠાવાન,વફાદાર,કર્મઠ અને જાગૃત ભકતો જે પ્રમાણે નિર્ણય કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે.જલારામ સત્સંગ મંડળ દ્રારા એકત્રિત થતી ભેટ/આરતીની રકમ ગૌસેવામાં જ વપરાય છે. નિર્વિઘ્ને ભજનના એકસો પચાસ ગુરૂવાર પૂર્ણ થતાં સૌએ આનંદની લાગણી સાથે રાજીપો વ્યકત કર્યો હતો.તારીખ 10-6-2021 એકસો એકાવનમા ગુરૂવારે જલિયાણ ગૌશાળા ડીસા ખાતે ભજનો રાખવામાં આવેલ છે….

Related posts

*HELLO MORBI NEWS:જોડીયાના બાલંભા ગામ ની સીમ વિસ્તાર માથી તીનપત્તી નો જુગાર રમતા પાંચ જુગારી ને પકડી પાડતી જોડીયા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહતદરે ઉચ્ચ ગુણવત્તાવાળી ફૂલસ્કેપ વિતરણ કાર્યક્રમ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ની સફળ રજૂઆત ફરી*

editor

Leave a Comment