• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારાઆયોજિત “ભારત કો જાનો”રાષ્ટ્રીય સ્પર્ધા**

ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા
આયોજિત – “ભારત કો જાનો”રાષ્ટ્રીય સ્પર્ધા
ભારત વિકાસ પરિષદ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી સમગ્ર દેશમાં સફળતાપૂર્વક યોજાતી “ભારત કો જાનો” સ્પર્ધાનું આયોજન આ વર્ષે પણ મોરબી જિલ્લામાં કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, મહાન વિભૂતિઓ, રાષ્ટ્રીય મૂલ્યો, પરંપરાઓ, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને રાષ્ટ્રભાવનાનું સંવર્ધન કરવાનો છે. નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના મૂલ્યોને અનુરૂપ વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે સંસ્કારોનું સિંચન થાય તે આ સ્પર્ધાનો મુખ્ય આશય છે.

સ્પર્ધાના વિભાગ
જૂનિયર વિભાગ : ધોરણ 6 થી 8
સિનિયર વિભાગ : ધોરણ 9 થી 12

સ્પર્ધાની વિશેષતાઓ
માત્ર ₹20/- ના ટોકન દરે “ભારત કો જાનો” પુસ્તક આપવામાં આવશે.
તમામ સ્પર્ધકોને ભાગીદારી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
પુસ્તકના આધારે શાળા કક્ષાએ લેખિત પરીક્ષા યોજાશે (સ્કુલ સમય દરમિયાન)
દરેક શાળામાંથી દરેક વિભાગમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓની એક ટીમે બનશે જે ટીમ ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા આયોજિત મૌખિક સ્પર્ધા યોજવામાં આવશે તેમાં ભાગ લેવા જશે, જે મૌખિક ક્વીઝ મોરબીમાં રવિવારના કે સ્કૂલના રજાના દિવસે આયોજીત થશે જેની જાણ અપેક્ષિત પ્રતિભાગીઓ અને શાળાને કરવામાં આવશે, પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓને સ્વ ખર્ચે મૌખિક સ્પર્ધામાં ઉપસ્થિત રહેવાનું રહેશે, મોરબી શાખામાંથી પ્રથમ નંબરની ટીમને ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતમાં દ્વારા આયોજિત પ્રાંતની સ્પર્ધામા સ્વ ખર્ચે જવાનું રહેશે.પ્રાતમાં પ્રથમ આવેલ ટીમ ક્ષેત્ર અને તે ક્રમે રાષ્ટ્રીય સ્તરે યોજાતી સ્પર્ધામાં જવાનું રહેશે
મહત્વપૂર્ણ સૂચના
આ વર્ષે પ્રાથમિક અને માધ્યમિક બન્ને વિભાગમાં જુદી જુદી 40થી ઓછી નોંધણી ધરાવતી શાળાની એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં.(કોઈ પણ વિભાગમાં શાળામાંથી ઓછામાં ઓછી ૪૦ ની સંખ્યા થવી જોઈએ)
તેથી દરેક શાળાએ ઓછામાં ઓછા 40 વિદ્યાર્થીઓની નોંધણી કરાવવી જરૂરી રહેશે.
કૃપા કરીને આપની શાળામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓની યાદી તથા કુલ સંખ્યા વહેલી તકે મોકલી આપશો.
નોંધણી બાદ જરૂરી સંખ્યામાં પુસ્તકો સીધા આપની શાળા સુધી પહોંચાડી આપવામાં આવશે.
આદરણીય શિક્ષકમિત્રો,
શિક્ષણ માત્ર પરીક્ષા સુધી મર્યાદિત નથી; પરંતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને સારા નાગરિકત્વના સંસ્કારોનું નિર્માણ પણ એટલું જ જરૂરી છે. “ભારત કો જાનો” એ માત્ર સ્પર્ધા નહીં, પરંતુ ભારતને ઓળખવાનો, ભારતને સમજવાનો અને ભારત પર ગૌરવ અનુભવવાનો એક સુંદર અવસર છે.
આપને વિનંતી છે કે આપની શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં જોડાવા પ્રેરિત કરી, આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવશો.
આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના જવાબદાર નાગરિક છે. ચાલો, મળીને તેમના હૃદયમાં ભારતીયતા, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાના બીજ વાવીએ.
સાદર,
ભારત વિકાસ પરિષદ – મોરબી
“સંપર્ક • સહયોગ • સંસ્કાર • સેવા • સમર્પણ”
સંયોજક શ્રી
પંકજભાઈ ફેફર – 9033949390
સહસંયોજક શ્રી
રાવતભાઈ કાનગડ – 9924369094
ચેતનભાઈ સાણંદિયા – 7016106048
કોષાધ્યક્ષ શ્રી
હિરેનભાઇ ધોરિયાણી
સચિવશ્રી
વિશાલભાઈ બરાસરા
પ્રમુખશ્રી
ચિરાગભાઈ હોથી

Related posts

*મોરબી: પૂર્વ ધાાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી, કોચ અને ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું*   

Hello Morbi

*ઘાંટવડ કુમાર શાળાના શિક્ષક નો નવતર આઈડિયા રાજ્ય કક્ષા એ સતત ચોથી વાર પસંદગી પામ્યો*  

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે સંકલ્પ દાન કરી રાજીપો અનુભવતા દાતા શ્રી કનૈયાલાલ ઠકકર*

Hello Morbi

Leave a Comment