• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લેન્ડ ગ્રેબિગ ના પરિપત્રનો અમલ કરાવવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કક્ષાના અધિકારીઓ નિષ્ફળ!*

સરકારની ગોચરની જમીનો પર ખાનગી કંપનીઓ દ્વારા દબાણો કરી રહ્યાની વ્યાપક ફરિયાદો છતાં તંત્ર તંત્ર આંખ આડા કાન કરે છે…?

 

જમીન ભૂમાફિયાઓ ને સીધાદોર કરવા માટે કડક કાયદાનો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેનો અમલ કરવામાં તંત્ર વાહકો નિષ્ફળ નીવડતા હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે હજારોની સંખ્યામાં ખાનગી લેન્ડ ગ્રેબિગ ના ગુનાહો નોંધાયાના અખબારી અહેવાલો રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ મોટા ભાગના મતદાર પ્રજાજનો અનુભવી રહ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા નાના માંઢા ગામ ખાતે એસ આર નામની પ્રાઇવેટ કંપની દ્વારા સરકારી ગોચરની જમીનો પર કબજો કર્યાના ગામજનોએ ફરિયાદ કરેલ હોય છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું અરજદારો અનુભવી રહ્યા અત્રે નોંધનીય છે કે ખંભાળિયાના નાના માંઢા ગામ ખાતે પત્રકાર અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા એ એક નહીં અનેક વખત લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ રજુઆત ફરીયાદ કરેલ હોય છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું ના હોવાથી લેન્ડ ગ્રેબિગ ના પરિપત્ર ને ઘોળીને પી ગયા હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા નાના માંઢા ગામ ખાતે એસાર કંપની તે કરેલા લાખો-કરોડોના સરકારી જમીનો પર કબજા ને હટાવવા માટે સરકારી અધિકારીઓ જ નિષ્ફળ નીવડયા હોય તેમ વિકાસ લક્ષી સરકારના રાજમાં મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે અત્રે નોંધનીય છે કે કોરોના મહામારી અંતર્ગત મોટાભાગના ધંધા-રોજગાર મંદીની ઝપટમાં આવેલા હોય સામાન્ય મધ્યમવર્ગના લોકોને મોંઘવારીએ પરેશાન કર્યા હોય એવા સમયે ખાનગી કંપનીઓ દ્વારા સરકારી જમીનો પર કબજો કરી ને મધ્યમ ગરીબ વર્ગનો નહીં ખાનગીકરણ કરનાર ખાનગી કંપનીઓને લીલાલેર હોય તેવું નાના એવા નાના માંઢા ગામ ખાતે મતદાર પ્રજા અનુભવી રહી છે અધૂરામાં પૂરું એસાર કંપની દ્વારા સરકારના પરિપત્રને દાદ દેતું હોય તેમ પર્યાવરણને નુકશાન થતું પ્રદૂષણ ફેલાવી વૃક્ષો અને માનવ સહિત પશુ-પંખીને પણ નુકસાનકારક કોલસાની ડમરી રજ ઉડાડી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે સાથે સાથે સરકાર ની જમીનો કબજા કરી સ્થાનિક લોકો માટે ચિંતિત બન્યું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે વિકાસ લક્ષી સરકારના રાજમાં સરકારી અધિકારીઓ નાના માંઢા ગમ્યો વિસ્તારમાં ખરા અર્થમાં વિકાસ કરી જમીન માફિયાઓ સામે લાલા કરે તેવી સ્થાનિક લોકોમાં માંગણી ઉઠી છે

 

રિપોર્ટર:હનિફ સુમરા ખભાળીયા દ્વારા

Related posts

*HELLO MORBI NEWS:ઓનેસ્ટ ચેક પોસ્ટ, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી બ્રેજા ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૩૩૩ સાથે એક આરોપીને પકડી પાડતી માળીયા (મીં) પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ.નાથાભાઈ તથા ભાવેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો*

editor

*મોરબી નું ટંકારા ગામ નું નામ કે બી સી માં ગુંજીયું*

Hello Morbi

Leave a Comment