• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન ને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો*

જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દવારા જિલ્લા પંચાયત ના પ્રમુખ અને શિક્ષણ સમિતિ ના ચેરમેન નો સન્માન કાર્યક્રમ યોજાયો ….. આજ રોજ ગુજરાત રાજ્ય પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને જોડિયા તાલુકા ના આચાર્યો અને તાલુક સંઘ ની કારોબારી મિટિંગ યોજાઈ હતી.જેમાં જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ધરમસીભાઈ ચનીયારા અને શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી લગધીરસિંહ જાડેજા નું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા સંઘ ના હોદેદારો દવારા બને પદાધિકારીઓ ને સાલ ,પુસ્તક અને ગુલાબ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને રાજ્ય સંઘ ના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા નું સન્માન જોડિયા તાલુકા શાળા ના તમામ આચાર્ય દવારા સાલ ,પુસ્તક,ગુલાબ થી કરવામાં આવ્યું હતું.અને જિલ્લા પ.પ્રમુખ અને ચેરમેને આચાર્યો ને શાળા કક્ષા એ સારી કામગીરી બજાવવા અને કોઈ સમસ્યા હોય તો તુરંત રજુવાત કરાવવા માર્ગદર્શન આપ્યું હતું.આ સાથે જોડિયા તાલુકા ના 2 શિક્ષિકા બેન નું નિવૃત સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ભાદરા ના આચાર્ય નિલાબેન ચાવડા અને કેશિયા તા.શા ના શિક્ષિકા સુશીલાબેન ચાવડા નું મહાનુભાવો ના હસ્તે સન્માન પત્ર અને સાલ થી સન્માન કરવામાં આવ્યું હતું.બને શિક્ષિકા બહેનોએ તાલુકા સંઘ ને 1100 -1100 રૂ.નું અનુદાન આપ્યું હતું.કાર્યક્રમ નું સંચાલન હર્ષદભાઈ કુબાવતે અને આભાર દર્શન સી.આર.સી.અજયભાઈ વિરડાએ કર્યું હતું.કાર્યક્રમ બાદ સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું…..

શરદ એમ.રાવલ હડિયાણા…

Related posts

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા 42 દીકરીઓના ભાતીગળ પરંપરા સાથેભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે*

editor

*કોરોના સામેની લડાઇ માં રાહ ચિંધાડવાનું કામ કરતું જામનગર નું મોટીબાણુગર ગામ*

Hello Morbi

Leave a Comment