• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમુહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે*

મોરબી : રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખી આ વર્ષે વ્યક્તિગત ગીત (એકલ) ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા ચાર વિભાગમાં યોજવામાં આવશે. વિભાગ 1 માં 6 થી 8 માં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. જ્યારે વિભાગ 2 માં 9 થી 12 માં અભ્યાસ કરતા કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકશે. જ્યારે વિભાગ 3 માં ભારત વિકાસ પરિષદ મોરબીના સદસ્ય પરિવારના સભ્યો ભાગ લઈ શકાશે તથા વિભાગ 4 માં ઓપન કેટેગરી 18 વર્ષ થી ઉપર ના કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે.

 

ગીતની પસંદગી ચેતના કે સ્વર પુસ્તિકામાંથી જ કરી તેની પ્રસ્તુતીનો વિડિયો

તા.10/08/2021 સુધીમાં વિભાગ – 1 માટે

ધ્રુમિલભાઈ આડેસરા Mo – 9537665500 તથા

વિભાગ -2 માટે

હિંમતભાઈ મારવાણિયા Mo – 9825962770 તથા

વિભાગ – 3 માટે

દિલીપભાઈ પરમાર Mo – 9879910715 તથા

વિભાગ – 4 માટે

પંકજભાઈ ફેફર Mo – 9979070999 પર મોકલવાનો રહેશે. સંગીત વિદ્યાલયના વિદ્યાર્થીઓ આ સ્પર્ધા માં ભાગ નહિ લઈ શકે.આ સ્પર્ધા ફકત હિન્દી ગીતો માટે જ રહેશે.સ્પર્ધકે ગીત નું રેકોર્ડિંગ 3 થી 5 મિનિટ માં પૂર્ણ કરવાનું રહેશે તેમજ ગીત ના રેકોર્ડિંગ વખતે બેકગ્રાઉન્ડ સંગીત કે અન્ય સંગીત ના સાધનો નો ઉપયોગ કરી શકશે નહિ.દરેક સ્પર્ધકે ગીત ના રેકોર્ડિંગ સાથે પોતાનું નામ,વિભાગ નું નામ,ઉંમર,શાળાનું નામ, ધોરણ,મોબાઈલ નંબર,વગેરે લખી ને મોકલવાનું રહેશે.દરેક વિભાગમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્રો આપવામાં આવશે.

ચેતના કે સ્વર પુસ્તિકા ડાઉનલોડ કરવા માટેની લિંક:

Hindi Songs

વધુ વિગતો માટે ભારત વિકાસ પરિષદ મોરબીના

પ્રમુખ ડો.જયેશભાઈ પનારા Mo – 98256 21214 તથા ખજાનચી ચિરાગભાઈ હોથી Mo – 7575077124 તથા મંત્રી શ્રી અશ્વિનભાઈ રાઠોડ Mo – 9726921384 પર સંપર્ક કરવા ભારત વિકાસ પરિષદ મોરબીની યાદી જણાવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આદી કૈલાશ ની જાત્રા પૂર્ણ કર્યા ની ખુશાલી માં મોરબી ના રીટાયર્ડ એન્જી. રાજેન્દ્રભાઈ ઠાકર પરિવાર દ્વારા મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજાયો*

editor

*મોરબી સિરામિક એસોસિયેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કામકાજ બંધ રાખીને મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરાશે*

Hello Morbi

*મોરબી: ખાત મુર્હૂત થયેલ હીરાસરીના માર્ગનું કામ શરૂ કરવા સીએમ ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment