• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા કોર્ટ દ્વારા પત્ની નું ભરણ પોસણ ના ભરવાના કેસમાં પતિ ને 750 દિવસ ની જેલની સજા ભોગવવાનો હુકમ ફરમાવતી જોડિયા કોર્ટ*

જોડીયા તાલુકાના જીરાગઢ ગામના મુમતાઝબેન તે હબીબ હુસેન સોઢા ના દીકરી ને સાસરિયામાં થી દુઃખ ત્રાસ આપી કાઢી મુક્તા તેમને પોતાના તથા પોતાના સગીર પુત્ર અઝરૂદિન ના ભરણ પોષણ માટે જોડિયા કોર્ટમાં અરજી કરેલ હતી. જે ચાલી જતા કોર્ટ દ્વારા ભરણ પોષણ મજૂર કરવામાં આવેલ હતું. પરંતુ તેમના પતિએ ભરણ પોષણની રકમ વસુલાત ની અરજી માં રકમ જમા કરાવેલ નહી તેમજ કોર્ટમાં પણ ક્યારેય હાજર ન રહેવાથી કોર્ટે પતિ અકબર કરીમ જામ રહે. બેલા વાળાનું મિલ્કત જપ્તી વિકલ્પે ધડપકડ નું વોરન્ટ ઇસ્યુ કરેલ હતું. જે વોરન્ટ ની બજવણી કરાતા તેમના પતિ અકબર કરીમ જામની ધડપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતો.

અરજદાર તરફે વકીલ શ્રી એ. પી.માંકડ એ દલીલ કરતા જણાવેલ હતું કે તેઓને તેમની પત્ની તથા પુત્ર નું આ અરજી ના કામે 75 માસ નું ભરણપોષણ ભરેલ નથી તેમજ નામદાર કોર્ટના હુકમ નો અમલ કરેલ નથી અને જો તેઓને હાલમાં છોડવામાં આવશે તો તે ફરીવાર કોર્ટ સમક્ષ હાજર રહેશે નહીં જેથી તેઓને કડકમાં કડક સજા કરવા રજુઆત કરેલ હતી આમ તમામ રેકર્ડ વંચાણે લઈ અને અરજદાર તરફે વકીલ શ્રી એ.પી.માંકડ ની દલીલો ધ્યાને લઈ જોડિયા ના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમતિ સુદેશ ગીલ સાહેબ એ સામાવાળા અકબર કરીમ જામ ને એક માસનુ ભરણપોષણ ન ચુકવવા માટે 10 દિવસની કેદ એ રીતે 75 માસનુ ભરણપોષણ ન ચુકવવા માટે 750 દિવસ ની કેદની સજા ભોગવવાનો હુકમ કરી સામાવાળાને જેલ હવાલે કરેલ છે

આ કામે અરજદાર ના તરફે જોડિયા ના વકીલ શ્રી એ.પી.માંકડ રોકાયેલા હતા…..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*HELLO MORBI NEWS: પડધરી:કાનજીભાઇ ભીમભાઈ ડોડીયાનું દુઃખદ અવસાન:બેસણું*

editor

*વાંકાનેર: વાંકાનેર ના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી ની ઉપવાસ આંદોલન દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા*

Hello Morbi

*HELLO MORBI:વિનામૂલ્યે સરકાર માન્ય સર્ટિફિકેટ સાથેના રોજગાર લક્ષી તાલીમ કોષો યોજાશે*

editor

Leave a Comment