• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ‘અગલે બરસ તુ જલ્દી આ’ના ગગનભેદી નારા સાથે ગણપતિ વિસર્જન*

 

*યુવા ગ્રુપ કા રાજા “નું રાસ-ગરબાની તાલ સાથે અપાઈ વિદાય*

 

આજે મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ દર્શન સહિતના ત્રિવિધ કાર્યકમો યોજાયા

 

 

(જનક રાજા દ્વારા) : મોરબી પંથકમાં ના ગામડે-ગામડે ગણપતિ બાપા મોરિયા સાથે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે મોરબીમાં અગલે બરસ તુ જલદી આના ગગનભેદી નારા સાથે ગણપતિ બાપને ભાવ ભેર વિદાય આપી વિસર્જન કરાયું હતું.

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે યુવા ગ્રુપ કા રાજા સમગ્ર મોરબી પંથકમાં મહોલા, શેરી, ગલી,ધરોમાં અને ગામડે ગામડે પણ ગણપતિ સ્થાપન કરી પુજા અર્ચના કરી વિધ્નહર્તાની દશ દિવસ સુધી આરતી, ધુપ, થાળ, મહા પ્રસાદ, ભોગ, શ્રીગાંર અને રાસ ગરબાની રમઝટ બોલાવી આ ઉત્સવ ધામ ધુમથી મનાવ્યો હતો. આ સાથે આજરોજ વિધ્નહર્તાને ભીની આંખે વિસર્જન કરી અગલે બરસ તું જલ્દી આના ગગન ભેદી નાદ સાથે શોભાયાત્રા યોજી વિસર્જન કરવામાં આવ્યું હતું. યુવા ગ્રુપ કા રાજા ગણપતિ મહોત્સવ માં આજે અંતિમ દિવસે મહાઆરતી, ૫૬ ભોગ અન્નકુટ સહિતના ત્રિવિધ કાર્યકમો યોજાયા હતા. આ કાર્યક્રમ માં યુવા ગ્રુપના જનક રાજા, નિરવ મીરાણી, જયેશ મીરાણી,જયદીપ બારોટ, જયેન્દ્ર બારોટ, હિંમાશું મહેતા, કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ, દર્શન જોગીયાણી,ઓસમાણભાઈ, ઈમરાન, કરણ, રવિભાઈ સોલંકી,સંગ્રામભાઈ મેવાડા,હાજી દરજાદા સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પરિવાર ના મોભી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાનાણી પરિવાર*

Hello Morbi

*HELLO MORBI NEWS:હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી ની સાધારણ સભા યોજાઈ*

editor

Leave a Comment