• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાની પરિણીતાને રાજકોટના સાસરિયાઓએ પહેરે કપડે કાઢી મૂકતા મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં રાવ*

સંતાન અને કરિયાવર મામલે પતિ, સાસુ, સસરા અને નણંદનો ત્રાસ : સમાધાન બાદ પણ તેડવા ન આવતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

મોરબી : ટંકારા ખાતે પિતાના ઘરે રહેતી પરિણીતાને સંતાન અને કરિયાવર મામલે પતિ, સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપી પહેરે કપડે કાઢી મુક્યાં બાદ મહિલા પોલીસ મથકમાં સમાધાન કર્યા બાદ પણ પતિ તેડી ન જતા અંતે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે.

 

ટંકારા ખાતે પોતાના પિતાના ઘરે રહેતા રઝીયાબેન યાશીનભાઇ બાંભણીયા નામના પરિણીતાએ રાજકોટ જંગલેશ્વર તવલ્લક ચોક શેરી નં-૩૦ ઘાંચી પીંજારા જમાતખાનાની સામે રહેતા પતિ યાશીનભાઇ આમદભાઇ બાંભણીયા, સસરા આમદભાઇ ખાનભાઇ બાંભણીયા, સાસુ મુમતાજબેન આમદભાઇ ખાનભાઇ બાંભણીયા અને નણંદ અફસાનાબેન આમદભાઇ બાંભણીયા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.           રઝિયાબેને નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ સહિતના સાસરિયાઓ દ્વારા સંતાન અને કરિયાવર મામલે અવાર નવાર ત્રાસ આપી તમને પહેરે કપડે કાઢી મુક્યા બાદ મહિલા પોલીસ મથક અને ટંકારા પોલીસ મથકમાં સમાધાન કર્યું હતું પરંતુ તેમ છતાં તેમના પતિ તેમને તેડવા ન આવતા અંતે આ મામલે ફરિયાદ નોંધાવી છે.

 

હાલ મોરબી મહિલા પોલીસ મથકમાં રઝિયાબેનના પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઇવે ૨૭ ( ૮એ) સર્વિસ રોડ ની ગટર સફાઇ અને રોડ મરામત બાબતે સિરામિક એસોસિએશન દ્વારા રજૂઆત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: વિવિધ એસોસિએશન ના પ્રમુખ અને પ્રતિનિધિ ઓ દ્રારા દેશ ના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નું પુષ્પ વર્ષાથી સન્માન સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI: મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment