• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના નિવાસ સ્થાને ઘડિયા લગ્ન યોજાયા*

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન માટે છેલ્લા ઘણા સમયથી ખાસ અભિયાન હાથ ધરાયેલ છે અને સામાન્ય પરિવારો લગ્નના ખોટા ખર્ચ ન થાય તે માટે ઘડિયા લગ્નના આયોજન કરવામાં આવે છે ત્યારે ઘડિયા લગ્નને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે માજી ધારાસભ્ય દ્વારા અનોખી પહેલા કરવામાં આવી છે અને તેના આંગણે આવી જે કોઈપણ પરિવાર દ્વારા તેના દીકરા દીકરા ઘડિયા લગ્ન કરાવવામાં આવે તેને લગ્નની વિધિ માટેની તમામ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા તેઓ દ્વારા કરી આપવામાં આવે છે

 

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્નમાં ખોટા લાખોના ખર્ચ બંધ કરવા માટે છેલ્લા થોડા સમયથી ઘડિયા લગ્ન લેવામાં આવી રહ્યા છે જેમાંથી અન્ય સમાજને પણ ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, ન માત્ર સામાન્ય પરિવાર પરંતુ ગર્ભશ્રીમંત પાટીદાર પરિવારના લોકો પણ અન્ય લોકો ઘડિયા લગ્નમાં જોડતા નાનપ ન અનુભવે તે માટે પોતાના દીકર અને દીકરીના ઘડિયા લગ્ન મોરબીમાં કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે અને ત્યારે દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે તે માટે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરવામાં આવી છે અને તેઓના નિવાસ સ્થાન ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેના માટે ધાર્મિક વિધિની તમામ સામગ્રી, મંડપ અને તેઓની જમવા સહિતની તમામ વ્યવસ્થાનો ખર્ચો મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા આપવામાં આવે છે આજે મોરબીમાં રહેતા ચિરાગ દિનેશભાઇ સરડવા અને માનસીબેનના ઘડિયા લગ્ન હતા ત્યારે મોરબી માળીયા પાટીદાર સમૂહલગ્ન સમિતિના આગેવાનો ત્યાં હજાર રહ્યા હતા અને વાર કન્યાને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, કન્યા મનીષાબેનને ભાઈ ન હોવાથી તેની બે બહેનો દ્વારા લગ્ન વિધિમાં જવતલ હોમિને ભાઈની ગરજ સરવામાં આવી હતી

Related posts

*મોરબી: SCAએ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.ને અન્ડર-14નું એફિલિએશન પ્રદાન કર્યું*

Hello Morbi

* *𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રી મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયા દ્વારા જીએસટી ઘટાડવા મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી શ્રીને રજૂઆત કરાઈ*

editor

*ભારત માતા કી જય” ના નારા સાથે મોરબીના પ્રથમ લાભાર્થીએ રસીકરણ કરાવ્યું*

Hello Morbi

Leave a Comment