• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*છારાગામ બંદર વિસ્તારમાં માછીમારોની દયનીય પરિસ્થિતિ માટે જવાબદાર કોણ…? શાપુરજી કંપની કે ગ્રામ પંચાયત*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*વંચિત અને પીડિત ભારતની દર્દનાક તસ્વીરો છારાગામ બંદર વિસ્તાર*

 

*છારાગામ બંદર વિસ્તારમાં વિજળી, પાણી અને પાકા રસ્તાઓ તેમજ પાકા મકાનોના અભાવે લાચારીભર્યુ જીવન જીવવા મજબૂર*

 

*નાગરિક સુવિધાઓ અને નાગરિક અધિકારનું છારાગામ બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ ઉલ્લંઘન*

 

*કંપનીનું વિશાળ નિર્માણકાર્ય વિકાસ પામી રહ્યુ છે સરકારી મંજૂરી સાથે તો બીજી તરફ ગરીબોના ઝૂંપડાનું શું……..??*

 

ગીર સોમનાથ જિલ્લાનો કોડીનાર વિસ્તાર એટલે ઉધોગ ક્ષેત્રમાં હરણફાળ ભરતો અને ઇન્ટરનેશનલ કંપનીઓ માટે આકર્ષક વિસ્તાર. અંબુજા કંપની,સિધ્ધિ સિમેન્ટ કંપની, શાપુરજી પાલોનજી કંપની, સીમર પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની, વિગેરે કંપનીઓ તેમજ નાના મોટા અનેક કારખાનાઓ અને કંપનીઓ વિસ્તાર અને વિકાસ પામી રહી છે. આ કંપનીઓ પર્યાવરણ અને જનસુરક્ષા તેમજ જન સુવિધા બાબતે ખૂબ તકેદારી રાખે માટે અનેક કાયદાઓ અમલમાં હોય છે અને આ કાયદાઓ અને નિયમોને કેટલા અંશે ધ્યાનમાં રાખવામાં આવે છે તે મહત્વની બાબત છે. આ ઉપરાંત વિકાસશીલ ગુજરાત રાજ્યમાં આઝાદી સમયથી ગુલામી જેવી અવદશાના દ્રશ્યો સર્જાયા નથી, પણ આઝાદી સમયથી પછાત અને ગરીબ સ્થિતિમાં ગરીબ અને લાચાર સ્થિતિમાં જીવન જીવવા માટે મજબૂર માછીમારો આજે અને માં ઠેર ઠેર દ્રશ્યો અસ્તિત્વ ધરાવે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારાગામ ખાતે માછીમારોને નથી પીવા પાણી……..!! કે નથી પાકા રસ્તાઓ……!!! કે નથી પાકા મકાનો અને શિક્ષણ માટે ઘણા બાળકો હોવા છતાં શિક્ષણની પણ કોઈજ સુવિધા નથી…… અનેક સમસ્યાઓ સાથે જીવન વ્યતીત કરતાં માછીમારો દયનીય પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. આ માછીમારો પાસે પંચાયત દ્વારા આપવામાં આવેલા રેકર્ડ અને વેરાઓની પહોંચ સાથે રહેણાકના તમામ પુરાવાઓ હોય તેમજ પોતે માછીમારી કરે છે તે બાબતના સરકારી આધારો હોય આમ છતાં સરકાર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા તેમને પાણી ની સુવિધા, પાકા રસ્તાની સુવિધા તેમજ બાંધકામ પરવાનગી બાબતે પણ આ ગરીબ અને લાચાર લોકો મજબૂર છે…….. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય કોઈ આધાર આ ગરીબ લોકોનો નથી……..!!!!! વિજળી તો વર્ષોથી આ વિસ્તારમાં જોવા મળતી નથી. બીજી બાજુએ શાપુરજી પાલોનજી પ્રાઈવેટ લિમિટેડ કંપની અને સીમર પોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમા ગ્રામ પંચાયત, તાલુકાની કચેરીઓ અને જિલ્લા તંત્ર જ નહિ પણ કોસ્ટલ વિસ્તારમાં ગરીબોને આકારણી પત્રકો હોવા છતાં અટકાયત કરતા તંત્ર પણ કંપની સામે કેમ મજબૂર છે….. કે પછી માછીમારો ના કહેવા મુજબ અન્ય બાબત હોય શકે……….!!

તેવી લોકચર્ચા ની સત્યતાની તપાસ થવી અનિવાર્ય છે. દરિયાઈ ખેડૂતો આજે અનેક સંકટો અને દુખે દુખી જોવા મળે છે, આ કારમી ગરીબી અને લાચારી માટે જવાબદાર કોણ…..? આજે આ માછીમારો અને ગરીબોને દરિયા અને જંગલનો કાયદો લાગે છે તો તેમને દંડ થાય તો બીજી બાજુએ કંપની સામે કાયદો કેમ લાચાર અને નિર્માલ્ય બની જાય છે………!!

છારાગામ બંદર વિસ્તારમાં વિજળી, પાણી અને પાકા રસ્તાઓ તેમજ પાકા મકાનોના અભાવે લાચારીભર્યુ જીવન જીવવા મજબૂર બન્યા છે. નાગરિક સુવિધાઓ અને નાગરિક અધિકારનું છારાગામ બંદર વિસ્તારમાં ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ જોવા મળે છે. કંપનીનું વિશાળ નિર્માણકાર્ય વિકાસ પામી રહ્યુ છે સરકારી મંજૂરી સાથે તો બીજી તરફ ગરીબોના ઝૂંપડાનું પાકા બાંધકામનુ શું……….???

ગામથી બંદર વિસ્તાર આશરે ૧૫૦૦ મીટર જેટલો રસ્તો આઝાદીથી આજ દિવસ સુધી કેમ નિર્માણ ના પામ્યો એ બાબત ખરેખર તપાસનો વિષય છે. અહીના નાગરિકો કહે છે તેમ અમારી જરૂર માત્ર મતદાન માટે જ છે. હકીકતો અને તસ્વીરો તેમજ તેમના ડૉક્યુમેન્ટરી પુરાવાઓ જોતાં લાગે છે કે શું આ નાગરિકો ભારતના નાગરિકો છે……….???? જો હા તો તેમને નાગરિક અધિકારથી કેમ વંચિત રાખવામાં આવે છે……!! શુ છારાગામ ના મજબૂર અને લાચાર માછીમારોને જનસુવિધા મળશે કે કેમ…..! તેમને તેમના નાગરિક અધિકારો પ્રાપ્ત થશે કે હજુ પણ આ પ્રજા અન્યાયી નીતિનો ભોગ બનશે…………. ઉલ્લેખનીય છે કે દરિયો એ સમ્રુદ્વિ નું સાધન હોય અને સરકાર અનેક યોજનાઓ બનાવે છે તો આ ગરીબ અને લાચાર માછીમારોને ન્યાય મળશે કે કેમ…..!!!!! ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારાગામ ની ઘટના ખરેખર નિંદનિય અને અમાનવીય છે. ભારતના અન્ય નાગરિકોની જેમ આ માછીમારોને પણ સુવિધા મળવી જોઈએ તેવી લોકમાંગણી ઊઠી છે.

Related posts

*HELLO MORBI:મોટીબરાર મોડલ હાઇસ્કુલ ખાતે વ્યસન જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*HELLO MORBI:HELLO MORBI:*વરસો થી ભાજપ સાથે રહેલ માલધારી સમાજ અને તેનાં આગેવાનો એ માલધારી સમાજ માટે રાજ્યસભા ની બેઠક ફાળવવા ભાજપ મોવડી મંડળ પાસે માગણી કરવી જોઇએ*

editor

*ટંકારા માં મહોરમ નાં ત્યોહાર નિમિતે તિરંગા ની થીમ થી પુરજોર ત્યયારી*

Hello Morbi

Leave a Comment