• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીઃ પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગોકળગાય ની ગતિ એ ચાલતા કામો વેગવંતા કરવા અપીલ કરી*

મોરબીમાં જેતપર રોડ મુદ્દે શનિવારે પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી જલ્દી કામ શરૂ કરવા તાકીદ કરી હતી. મોરબીના સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન વિભાગના ચીફ એન્જીનીયર પટેલિયાએ મોરબીના લાગત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં આરટીઓ પાસે પુલ બનાવવાની કામગીરી ચોમાસા પહેલા પુરી કરવા બાબત સૂચન આપ્યા હતા. આ મિટિંગ દરમિયાન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પહોંચી ગયા હતા.                                                                          ગોકળગાય ગતિ એ ચાલતી કામગીરી પ્રજાહિતમાં ઝડપી કરવા તાકીદ કરી હતી. તો લાંબા સમયથી માત્ર સરકારી પ્રક્રિયાઓમાં અટવાયેલા જેતપર રોડનું કામ જલ્દી શરૂ કરવા જણાવી અધિકારીઓને ધીમા કામની ફરિયાદ કરી હતી. પીપળી જેતપર રોડની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લોકોને પડતી હાલાકી માટે અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. અચાનક મિટિંગમાં પૂર્વ ધારાસભ્ય પહોંચી જતા અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા. જોકે કાંતિલાલ અમૃતિયા એ ધીમી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા થોડીવાર અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. ચીફ એન્જીનીયર પટેલિયા એ મિટિંગ દરમ્યાન ટંકારા ઓવરબ્રિજ , મોરબી બાયપાસ અને નવલખી ફાટક પર ના ઓવરબીજ ના કામ ની પણ સમીક્ષા કરી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે*

editor

*HELLO MORBI:સીએમ, ભુપેન્દ્ર પટેલ સોમવાર, ૧૮ સપ્ટેમ્બરના દિવસે રાજસ્થાનના પ્રવાસે હોવાથી ગાંધીનગર મળી શકશે નહીં*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.૨૯,૫૧લાખનો નફો ૨૫ શહીદ પરિવારોને બોલાવીને રૂ.૨૫ લાખની સહાય અર્પણ કરાઈ*

editor

Leave a Comment