• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*”સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨” અંતર્ગત માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્રો ખાતે વાહકજન્ય રોગો અને વ્યક્તિગત સ્વચ્છતા વગેરે વિષયો પર વકતૃત્વ સ્પર્ધા/પરિસંવાદ વગેરેનુ આયોજન કરવા આવ્યું.*

ભારત સરકારશ્રીની સુચના અનુસાર ” સ્વચ્છતા દરેકનો વ્યવસાય” સુત્ર ને સાકાર કરવા માટે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડિયુ ૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૧૫/૦૪/૨૦૨૨ દરમ્યાન ઉજવણી કરવાની સુચના આપવામા આવેલ છે.

 

આ અંતર્ગત માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ,વવાણીયા અને ખાખરેચી ખાતે પણ ઉપરોક્ત સુચના અનુસાર વિવિધ આરોગ્ય ને લગતા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ છે આ આયોજન અંતર્ગત આજ રોજ

તા.૧૨/૦૪/૨૦રર ના રોજ મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડો.સી.એલ. વારેવડિયા ,માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડ, ખાખરેચીના મેડિકલ ઓફિસર શ્રી ઓ ડો.નિરાલી ભાટિયા,ડો.હાર્દિક પરમાર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર તથા વિસ્તાર નાં હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે “વોટર સેનીટેશન & હાયજીન & વેક્ટર કન્ટ્રોલ દિવસ”નિમિતે તેની અગત્યતા,પ્રદુષણની ગંભીર આડ અસરો & તેને ઘટાડવાના ઉપાયો,ચેપી રોગો અને પાણી જન્ય રોગો અને હવાથી ફેલાતા રોગો તેમજ વાહકજન્ય રોગો અને વ્યક્તિગત સ્વચ્છતા વગેરે વિષયો પર વક્ત્રુત્વ સ્પર્ધા/પરિસંવાદ વગેરેનુ આયોજન કરવા આવ્યું.

Related posts

*ઉનાના કોબ ગામના કાદી વિસ્તારના રહેણાક નાં મકાનો માં પાઇપલાઇન મારફતે જોડાણ અપાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા:શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો*

editor

મતદારયાદી સુધારણા-૨૦૨૧ અંતર્ગત આપનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની અમુલ્‍ય તક

Hello Morbi

Leave a Comment