• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨ ઓક્ટોબર સોમવારની જાહેર રજાની અવેજીમાં હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨ ઓક્ટોબર સોમવારની જાહેર રજાની અવેજીમાં હવે નાગરિકોને તા. ૫ ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત માટે મળશે*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ગુરુવાર તારીખ પાંચમી ઓક્ટોબર-૨૦૨૩ના દિવસે નાગરિકોને મુલાકાત આપવાનો નિર્ણય કર્યો છે.

સામાન્યતઃ અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીશ્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય મળી શકતા હોય છે. પરંતુ ઓક્ટોબર-૨૦૨૩ના પ્રથમ સોમવારે તારીખ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેર રજાને કારણે નાગરિકોને રાબેતા મુજબ મળી શક્યા ન હતાં.
આથી મુખ્યમંત્રીશ્રીએ તેમને મળવા આવતા નાગરિકોની સુવિધા માટે એવો નિર્ણય કર્યો છે કે ગત સોમવારે બીજી ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં હવે આગામી ગુરૂવાર પાંચમી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તેઓ નાગરિકોને મુલાકાત આપશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: તાણ આચકી ને લીધે બેભાન અવસ્થામાં મોરબી આયુષ હોસ્પિટલ ખાતે આવેલ પેશન્ટની સફળ સારવાર કરતા ડો, ઉત્તમ પેઢડીયા સાહેબ*

editor

*કાલાવડ નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન સમા ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી*

Hello Morbi

*HELLO MORBI NEWS:ડીસામાં 354 મા ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજનની જામી રમઝટ*

editor

Leave a Comment