• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વેરાવળ તાલુકાના બોળાસ ગામે માતા-પિતાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો..*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના બોળાસ ગામે માતા પિતાની યાદમાં વણકર મેઘવાળ સમાજના નવયુવાન હાલ અન્ન નાગરિક પુરવઠામાં કોડીનાર ખાતે ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરતા જીવાભાઇ ભજગોતર તેમના માતા પિતાની યાદમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વણકર મેઘવાળ સમાજના આગેવાનો જોડાઈ સામૂહિક શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્યમાં જીવાભાઇ ભજગોતર તેમના પરિવારજનો હસ્તે કરવામાં આવી હતી.

અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અરજણભાઈ ભજગોતર, વણકર મેઘવાળ સમાજના પ્રમુખ ભગવાનભાઈ ચાવડા, મહેન્દ્ર ભાઈ પરમાર, ગોવિંદ ચાડેરા, ઉગાભાઈ ચાવડા, દિનકરભાઈ ચાવડા, ટી. સી. પરમાર, બીજલ ભાઈ પરમાર, ગોવાભાઇ ભજગોતર નિવૃત્ત આચાર્યશ્રી, ગેલાભાઈ ભજગોતર, કમલેશભાઈ વાણવી, પત્રકાર ભીમજીભાઇ ભજગોતર, વજુભાઈ ચાવડા હેડ કોસ્ટેબલ જિલ્લા એસપી સાહેબ દ્વારા સન્માનિત, માનસિંગભાઈ ચાવડા, જગદીશભાઈ પરમાર આચાર્યશ્રી, નરેશભાઈ સાંખટ શિક્ષકશ્રી, હેમંતભાઈ બામણીયા તલાટી મંત્રી, દિનેશભાઈ ભજગોતર શિક્ષણ સમિતિ જિલ્લા ભાજપ, રામભાઇ વાળા, કે.પી. બામણીયા, જે. કે. બામણીયા, તેમજ વણકર સમાજના ઘણા આગેવાનોએ હાજરી આપી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

જ્યારે જીવાભાઈ ભજગોતર તેમના માતાપિતાની યાદમાં વણકર મેઘવાળ સમાજની વાડી ત્રિવેણી સોમનાથ ખાતે બનવા જઈ રહી છે ત્યારે એમા એમણે એક લાખ રૂપિયા દાન આપી અને સમાજને એક નવો રાહ આપ્યો છે. ત્યારબાદ સામુહિક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI: ટંકારા મામલતદાર કચેરી ખાતે ફલડ કંટ્રોલ રૂમ કાર્યરતઅધિકારીઓ સાથે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજી દેથરીયાએ સમીક્ષા બેઠક યોજી*

editor

*HELLO MORBI NEWS:શ્રી જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાયો*

editor

*HELLO MORBI NEWS:હળવદના જુના દેવળીયા ગામેથી પ્રોહિબીશનના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા રીઢા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. મોરબી*

editor

Leave a Comment